હળવદના કીડી ગામેથી દેશીબંદુક સાથે એક શખ્સ ઝડપાયો

- text


હળવદ ; હળવદ તાલુકાના માલણીયાદ અને કીડી ગામ વચ્ચે આવેલ પુલ નીચે શંકાસ્પદ યુવાનને હળવદ પોલીસે પુછપરછ કરતાં શખ્સ પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટની બંદુક મળી આવતાં શખ્સ વિરુદ્ધ આમ્સૅ એક્ટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સુત્રોમાથી મળતી માહિતી મુજબ હળવદ પોલીસ મથકના પી આઈ એમ.આર સોલંકી ના માર્ગદર્શન હેથળ પોલીસ સ્ટાફ ના મહેશભાઈ બાલાસરા, ઈશ્વરભાઈ રબારી સહિતનાઓ આજરોજ હળવદ ના માલળીયા, કીડી વીસ્તાર મા પ્રેટોલીંગ માહતા એ અરસામા  માલણીયાદ ગામે આવેલ પુલ નીચે નિતેશ કાનજી  ઉ.૩૦ રહે કીડી,વાળો શંકાસ્પદ હાલતમાં પસાર થતા તેને રોકી પુછપરછ  હાથ ધરાતા આરોપી નિતેષ પાસેથી કોઈપણ જાતના પાસ કે પરમિટ વગરની દેશીબનાવટની મઝલ લોડ સિંગલ બેરલ બંદુક કિંમત રૂ ૫૦૦૦ હજાર મળી આવતાં હળવદ પોલીસે આમ્સૅ એક્ટનો ગુનો નોંધી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી હતી..

- text

- text