ટંકારામાં ઉછીના પૈસા ન આપતા ધોકા વાળી

- text


ટંકારા : ટંકારાના મોરબી નાકા પાસે ગઈકાલે રૂપિયા ૫૦૦૦ ઉછીના માંગી બે શખ્સોએ ધોકા વાળી કરી દાદાગીરી કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ ટંકારાના જુસબભાઇ તારમામદભાઇ ચૌહાણ જાતે સરાણીયા ઉ.વ. ૩૦ ને (૧) મુન્નો હુશેનભાઇ શેખ (૨) રઝબશા હુશેનભાઇ શેખ રહે. બંનેટંકારા કલ્યાણપર રોડ આસાબાપીર ની દરગાહ પાસે સોસાયટીમાં તા. ટંકારાવાળાઓએ ફરીયાદી પાસે રૂ. ૫,૦૦૦/- ઉછીના માંગતા ફરીયાદી ના પાડતા આરોપીઓએ ગાળો આપી આરોપી નં.-૧ નાએ લાકડાના ધોકાથી ફરીયાદીને કપાળમાં ડાબી બાજુ એક ઘા મારી કાપાં (ચીરા) જેવી ઇજા કરી આરોપી નં-૨ નાએ બાથ ભરી પકડી રાખી બંને આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરવામા એકબીજા ને મદદગારી કરી જીલ્લા મેજી. મોરબીના હથિયાર બંધી જાહેરનામા નો ભંગ કરતા ગુન્હો કરતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text