હળવદ : ઠાકોરસેનાના પ્રમુખને ધારીયાના ઘા ઝીકાયા

- text


અસામાજિક તત્વોએ પ્રમુખના ભાઈને પણ બેફામ માર માર્યો

હળવદ : હળવદમાં નવા પીઆઇ મુકતા જ પોલીસ તંત્રને પડકાર ફેંકી અસામાજિક તત્વોએ કોળી ઠાકોર સેનાના પ્રમુખ અને તેમના ભાઈ પર જાહેરમાં હુમલો કરી ધારીયાના ઘા ઝીકતા સનસનાટી મચી જવા પામી છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે હળવદના ટીકર રોડ ઉપર આંબેડકર ચોકમાં કોળી ઠાકોરસેનાના પ્રમુખ બટુક બાબુભાઇ કાકરેચા અને તેમના ભાઈ ચંદુ બાબુભાઇ કાકરેચા ઉભા હતા ત્યારે ભરત ઉર્ફે ગોગી કોળી, વિજય કોળી, રાજુ કોળી, હીતેષ કોળી તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ લાકડી અને ધારીયા વડે હુમલો કરતા બટુકભાઈ અને ચંદુભાઈને માથામાં તથા હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

- text

દરમિયાન ઇજાગ્રસ્ત બટુક બાબુભાઇ કાકરેચાની ફરિયાદના આધારે હળવદ પોલીસે જીવલેણ હુમલા મામલે ભરત ઉર્ફે ગોગી કોળી, વિજય કોળી, રાજુ કોળી, હીતેષ કોળી તથા અન્ય બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી તમામને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text