મોરબી તાલુકાની વાઘપર પ્રાથમિક શાળામાં ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

- text


મોરબી: મોરબી તાલુકાના વાઘપર(પીલુડી) ગામે વાઘપર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.૮ નાં વિધાર્થીઓ નો વિદાય સમારંભ યોજાયો.શિક્ષકોએ વિદ્યાર્થીઓને ભાવ ભેર વિદાય આપી તેઓ પોતાના જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે તેવા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.
વાઘપર પ્રાથમિક શાળામાં ધો ૮ના બાળકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળા પરિવારના સ્ટાફ તરફથી ધો.૧ થી ૮નાં તમામ બાળકોને પાંઉભાજી જમાડી ને ભાવભેર વિદાય આપવામાં આવી.બીજી બાજુ ધો.૮નાં વિદ્યાર્થીઓ એ શાળાને યાદગીરી સ્વરૂપે ભેટ અર્પણ કરી હતી.પ્રાથમિક શાળાની યાદગીરી સ્વરૂપે વિદાય લઈ લેનાર વિધાર્થીઓ અને સ્ટાફમિત્રો નો ગ્રુપ ફોટો પાડવામા આવ્યો હતો.

- text

વાઘપર પ્રાથમિક શાળામાં વર્ષ:૨૦૦૦ થી ૨૦૧૮ સુધી તમામ વર્ષે અભ્યાસ કરીને વિદાય લઈ રહેલા વિદ્યાર્થી મિત્રોના ફોટા શાળાની ઓફીસની દીવાલે રાખેલા છે જેથી બાળકો તેમની જૂની સ્મુતિ તાજી કરી શકે.

- text