ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપ પ્રમુખ પદે ફરીથી મોરબીના શૈલેષ સાણજાની નિમણુંક

- text


મોરબી : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ પદે ફરીથી મોરબીના કાર્યદક્ષ અને જાગૃત એવા શૈલેષભાઈ સાણજાની નિમણુંક થતા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વરણીને આવકાર આપી સમગ્ર રાજ્ય શિક્ષક સંઘના હોદેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

તાજેતરમાં યોજાયેલ ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ ગાંધીનગરની ચૂંટણીમાં પ્રમુખ તરીકે દિગ્વિજયસિંહ ડી.જાડેજા અને મહામંત્રી તરીકે સતિષભાઈ એમ.પટેલ જંગી બહુમતીથી ચૂંટાયેલ હતા. તા.૨૫ માર્ચ ના રોજ શૈક્ષણિક સંશોધન કેન્દ્ર ગાંધીનગર ” ચાણક્ય” ભવન ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના નવનિયુક્ત હોંદ્દેદારોનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો.જેમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કૌષાધ્યક્ષ તરીકે ભાભલુભાઈ એન.વરૂ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકે આપણા મોરબીના યુવાન અને કાર્યદક્ષ એવા શૈલેષભાઈ બી.સાણજાએ શપથ લીધા.

- text

પ્રમુખ દિગ્વિજયસિંહ ડી.જાડેજા, મહામંત્રી સતિષભાઈ એમ.પટૅલ, કોષાઘ્ચક્ષ ભાભલુભાઈ એન.વરૂ અને ઉપપ્રમુખ શૈલૈષભાઈ બી.સાણજા તેમજ તમામ હોદ્દેદારોને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મોરબીના પ્રમુખ મણીલાલ વી.સરડવા, મહામંત્રી ઈસુબભાઈ એ.પરમાર, સિનિયર કાર્યાઘ્યક્ષશ્રી રમેશભાઈ એસ.જાકાસણિયા, જીલ્લા કોંષાઘ્યક્ષ ચંદુભાઈ એમ.કાનાણી, જિલ્લા સંઘ મોરબીના સર્વે રાજય કારોબારી સભ્યશ્રીઓ,જિલ્લા પ્રા.શિ.સંઘની ટીમ,ઘટક સંઘની ટીમ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષક પરિવાર ગુ.રા.પ્રા.શિ.સંઘની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા.

- text