હળવદ : તાંત્રિક વિધીના બહાને ભુવાએ મહિલા સાથે કર્યા શારીરિક અડપલા

- text


હળવદ : સામાન્ય રીતે કુટુંબમા નાના-નાના મરણથી આપણા મનમાં અનેક પ્રકારની શંકા કુશંકા પ્રગટ થાય છે. અને આ શંકા કુશંકાના નિવારણ માટે આપણે સંતો-મહંતો કે ભૂવાઓ ની શરણમાં જઈએ છીએ પણ કોને ખબર કે આ સંતો-મહંતો કે ભુવાઓ ભગવાન નામે પોતાની જરૂરિયાત સંતોષે છે ત્યારે આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે હળવદ પંથકમાં. ચુંપણી ગામની મહિલાને પોતાના પરીવારમા નાના નાના બાળકોનુ અકાળે મોત થતાં ભુવાને વાત કરી હતી અને ભુવાએ જણાવ્યું કે તમારા ઘરમાં મેલી વસ્તુ છે અને નિવારણ માટે બોલાવી શારીરીક અડપલાં તેમજ અણછાંજતી માંગણી કરી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- text

પોલીસ સુત્રોમાથી મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચુંપણી ગામના વનિતાબેન ગઈકાલે પોતાના કુંટુંબમા નાના-નાના મરણાઓથી અનેકવિધ શંકા -કુશંકા વચ્ચે ભુવા જાગા બુટા ભરવાડને કહ્યું હતું કે આપણા કુટુંબમા અકાળે થતાં મૃત્યુનુ કારણ પુછતાં ભુવા દ્વારા જણાવવામાં આવ્યું કે તમારા ઘરમાં મેલી વસ્તુ છે અને તેનો દોષ કાઢવા વિધી કરવી પડશે. જેથી ભુવા ઉપર વિશ્વાસ મુકી તેમના કહેવા મુજબ વિધી સામગ્રી લઇને તા.૨૪/૩/૧૮ને રાત્રીના ૧૨ વાગ્યાનુ નક્કી કર્યું હતું.તે મુજબ વનિતાબેનને ભુવા જાગા બુટા ભરવાડ પોતાના બાઈક પર બેસાડીને સુંદરીભવાની ગામથી એકાદ કિલોમીટર દૂર લઈ ગયા હતા.ત્યાં તાંત્રિક વિધિમાં બેસાડી હાથમાં નાળિયેર આપી આંખો બંધ કરવા કહ્યું હતું આ વિધી ચાલતી હતી તે દરમ્યાન ભુવાની દાનત બગડતા શારીરિક અડપલા કરી એકલતાનો લાભ લઈ બાવડું પકડીને અઘટિત માંગણી કરી હતી.
આથી વનિતાબેને ગુસ્સે થઈને જણાવ્યું હતું કે હું તેવી નથી અને તારા પર ભરોસો રાખી હું ગામથી એક કિલોમીટર દૂર આવી અને તે મારા પર દાનત બગાડી તેમ કહેતા ભુવો ત્યાથી નાશી છુટ્યો હતો. જ્યારે અંધારી રાત્રે વનિતાબેન ચાલીને આવ્યા અને લક્ષ્મીબેન, કપીલાબેન વગેરેને જણાવ્યું હતું કે ભુવાએ દાનત બગાડી શારીરિક અડપલાં તેમજ અઘટિત માંગણી કરી હતી. આ બનાવના પગલે વનિતાબેને હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે અને આરોપી ભુવાને પકડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

- text