હળવદમાંથી બુટલેગરને ઇગ્લીશ દારૂ સાથે ઝડપી લેતી મોરબી એસ.ઓ.જી

- text


મોરબી : મોરબી એસઓજીએ હળવદના જીઆઇડીસી વિસ્તાર નજીકથી બૂટલેગરને ૧૫ બોટલ અને ૧૫ ચપલા સાથે ઝડપી લીધો હતો.

મોરબી પોલીસ અધિક્ષક,જયપાલસિંહ રાઠોડ દ્વારા એસઓજી ટીમને દારૂબંધીની નિતીનો કડક અમલ કરવા અસરકારક કાર્યવાહી કરવા સુચના મળતા મોરબી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ એસ.એન.સાટીના માર્ગદશર્ન હેઠળ મોરબી એસ.ઓ.જી.સ્ટાફના પો.હેડ કોન્સ. શંકરભાઇ ડોડીયા, કિશોરભાઇ મકવાણા, ભરતસિંહ ડાભી, હળવદ ટાઉન બીટના હેડ કોન્સ કેશુભાઇ બાવળીયા પો.કોન્સ. વનરાજભાઇ એમ બધાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સાથેના પો.કોન્સ.ભરતસિંહ ડાભીને મળેલ હકિકત આધારે હળવદ નેશનલ હાઇવે રોડ પર જીઆઇડીસી પાસેથી આરોપી બજરંગભાઇ લીંલાભાઇ ગોહીલ ઉવ.ર૧ ભવાની નગર લાંબીદેરી હળવદ વાળો ગેરકાયદે રીતે ઇગ્લીંશ દારૂની બોટલ નંગ.૧૫ તથા ચપલા નંગ.૧૫ કી.રૂ.૬૦૦૦/ના મુદામાલ સાથે મળી આવ્યો હતો.

- text

આરોપી પૂછપરછ દરમિયાન સહ આરોપી પ્રોહી. બુટલેગર ગીતાબેન વા/ઓ વિનોદભાઇ કોળી રે .હળવદ વાળીનો ઇગ્લીશ દારૂ વેચાણ કરતો હોવાનુ જણાવતા બને આરોપીઓ વિરૂદ્ધ ધોરણસર કાર્યવાહી કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો.

- text