હળવદ બી.આર.સી. ભવન ખાતે ૭૦ દિવ્યાંગ બાળકોને સાધન વિતરણ કરાયા

- text


સર્વ શિક્ષા અભિયાન આઈડીવી અંતર્ગત ઓ,એચ, એચ, આઈ,અને ટી,બી,બાળકો માટે સાધન સહાય કેમ્પનુ આયોજન આજે હળવદની બીઆરસી ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જેમા તાલુકા વિકાસ અધિકારી, જીલ્લા આઈ,ડી -કો ઓર્ડીનેટર તેમજ બીઆરસી કો-ઓર્ડીનેટર દ્વારા દિપપ્રાગ્ટ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમા ૭૦ જેટલા દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા હતા.

- text

સરકાર દ્વારા ચલાવવામાં આવતા સર્વ શિક્ષા અભિયાન , સૌ ભણે સૌ આગળ વધે, તેમજ દરેક બાળકોને શિક્ષણનો અધિકાર જેવા સુત્રો આપીને બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા દિવ્યાંગ બાળકોને શિક્ષણ મળી રહે તે માટે આજે હળવદની બીઆરસી ભવન ખાતે તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમા ૧૧ વ્હીલચેર, ૧૦ ટ્રાઈસીકલ, ૧ સી.પી.એચ, ૧૯ એમ.આઈ. એસ,૧૧ શ્રવણયંત્ર,૧૩ એ.એફ.ઓ સહિત કુલ ૭૦ જેટલી સાધન સામગ્રી દિવ્યાંગ બાળકોને વાલીઓની હાજરીમાં અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમા તાલુકા વિકાસ અધિકારી, જીલ્લા આઈડી કો-ઓર્ડીનેટર નવીનચંદ્ર પુરોહિત, બીઆરસી કો-ઓર્ડીનેટર પ્રવિણસિંહ ચૌહાણ તેમજ બ્લોક સ્ટાફ દ્વારા સાધન સહાય વિતરણ કરવામાં આવી હતી.

- text