મોરબીમાં જાહેરમાં માસ મટનના વેચાણ પર પ્રતિબંધ લગાવો : કલેક્ટરને રજુઆત

- text


જાહેર વિસ્તારમાં માસ,મટન અને મચ્છીના ખુલ્લેઆમ વેચાણથી સ્થાનિકો ત્રસ્ત

મોરબી : મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં વર્ષોથી જાહેરમાં માસ મટન મચ્છીનું વેચાણ કરવામાં આવતું હોવાથી આ વિસ્તારના રહીશોને નર્કાગાર જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે આ વિસ્તારના રહીશો અને વિહિપ અગ્રણી કલેક્ટરને રજૂઆત કરી જાહેરમાં માસ મટન વેચવા પર મનાઇ ફરમાવવા ની માંગ કરી હતી.

શક્તિ ચોક વિસ્તારના નાગરિકો અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન રામનારાયણ દવે એ કલેક્ટરને રજૂઆત કરી હતી કે વિસ્તારમાં નાગરિકો કુબેર ચોક, ગ્રીનચોક થી કુબેરનાથ શક્તિ ચોક ગેસ્ટ હાઉસ રોડ પર આવે ત્યારે કંપારી છુટી જાય તેવી સ્થિતિની અનુભૂતિ કરવી પડે છે. કારણ કે શક્તિ ચોક પાસેના વિસ્તારમાં ગેરકાયદેસર પશુઓનાં કતલ કરીને માસ મટન નું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે .ખાસ કરીને કતલ કરાયેલા પશુઓના માસ મટન જાહેરમાં લટકાવવામાં આવતા હોવાથી આ દૃશ્યો જોઈને હૃદય ધ્રુજી ઉઠે છે.

- text

પશુઓનાં કતલ કરીને તેના વિકૃત થયેલા અવયવો આજુબાજુમાં ફેંકાતા હોવાથી લોક લાગણી દુભાય છે આજુબાજુના વિસ્તારો માટે આ રોડ એક માત્ર માર્ગ હોય જેથી લોકોની ભારે અવરજવર રહે છે.ત્યારે લોકોને નર્કાગાર જેવી સ્થિતીમાંથી પસાર થવું પડે છે વધુમાં મધ્યમ વર્ગની સ્થળાંતર કરવાની સ્થિતિ ઉપરાંત તેઓમાં આ બધું સહન કરવાની પણ શક્તિ પણ નથી. જેથી લાઇસન્સ વગર ગેરકાયદેસર રીતે ચાલતાં કતલખાના બંધ કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગ છે.

- text