મોરબી : વિકટ પરિસ્થિતિઓમાં ખંતથી પરીક્ષા આપતી સગર્ભા અન્ય માટે પ્રેરણારૂપ

- text


મોરબી : કોલેજની પરીક્ષાની શરૂઆત થઇ ચૂકી મોરબીમાં એક વિદ્યાર્થીની પ્રસુતિનો કપરા સંજોગોમાં પણ ખંતપૂર્વક બી કોમ ની પરીક્ષા આપી રહી છે. જીવનમાં શિક્ષણનું મૂલ્ય શું છે તે આ ઘટનાથી સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે અન્ય વિદ્યાર્થીઓ માટે પણ આ ઘટના પ્રેરણારૂપ છે

મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર રહેતા ૨૬ વર્ષના જાગૃતિબેન ભાસ્કરભાઈ વાળા અગાઉ ધોરણ ૧૨ સુધી ભણ્યા બાદ સંજોગોવસાત આગળ ઉચ્ચ અભ્યાસ કરી શક્યા ન હતા તે દરમિયાન તેમના લગ્ન થઇ ગયા હતા પરંતુ તેમને આગળ ઉચ્ચ અભ્યાસ કરવાની ભારે ઈચ્છા હતી આથી જાગૃતિબેને સાસુ-સસરા અને પતિ સમક્ષ ઉચ્ચ અભ્યાસ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ઘરના સભ્યોએ સંમતિ અને પૂરતો સહયોગ આપતા હવે જાગૃતિબેન બી.કોમ કરી રહ્યા છે.

- text

અત્યારે જાગૃતિબેન ની બી.કોમ.ની પરીક્ષા ચાલી રહી છે પરંતુ કઠિન પરિસ્થિતિ એ છે કે તેઓ સગર્ભા છે તેમને પ્રસુતિનો નવમો માસ ચાલી રહ્યો છે. છતાં આ વિકટ પરિસ્થિતિનો સામનો કરી પતિ અને સાસુ-સસરા તથા પરીક્ષા સ્થળના સંચાલકોનાં સહયોગથી તેઓ ઓમ વી વી આઈ એમ કોલેજમાં બીકોમ સેમ-૪ ની પરીક્ષા આપી રહ્યા છે. આ અંગે જાગૃતિ બેને કહ્યું કે પ્રસૂતિ નજીક આવી રહી છે એટલે તકલીફો થાય તે સ્વાભાવિક છે. પરંતુ બી કોમ ની પરીક્ષા બહુ જ મહત્વની હોવાથી પ્રસુતિની કઠિન પરિસ્થિતિનો સામનો કરીને પરીક્ષા આપી રહી છું. સ્થળ સંચાલકોએ તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે અલાયદી વ્યવસ્થા કરી આપી છે.

- text