મોરબીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા પાડોશીએ ધારીયું ઝીકયું

- text


પારકા ઝઘડામાં પાડોશી બાખડયા : લાતીપ્લોટની ઘટના

મોરબી : મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં આવેલ જોન્સનગરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડનાર મહિલા પર પાડોશી શખ્સોએ હુમલો કરી માથામાં ઊંધું ધારીયું ફટકારતા ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઇ હતી.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં આવેલ જોન્સનગરમાં ગઈકાલે સાંજે કેટલાક શખ્સો ગાળો બોલતાં બોલતા નીકળતા અહીં રહેતા રજીયાબેન રિયાઝભાઈ કટિયા ઉ. ૨૩ વાળાએ ગાળો નહિ બોલવા કહ્યું હતું.

- text

બાદમાં આ ટોળા પૈકીના કેટલાક લોકોએ આ બાબતની જાણ જોન્સનગરમાં રજીયાબેનના પાડોશી હુસેન સીદીક ખોડ, ઝુસબ હુસેન, ઇમરાન હુસેન, અસલમ હાજી વગેરે ને કરતા પાંચેય શખ્સોએ રજીયાબેનના ઘરે આવી ઝઘડો કર્યો હતો અને રજીયાબેન નીચે નમતા માથામાં ઊંધું ધારીયું ફટકારતા રજીયાબેનને માથામાં ચાર ટાકા આવ્યા હતા.

આ ઘટના મામલે એ ડિવિઝન પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી ૩૨૩ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

- text