મોરબી : મૃત કૂતરા પર બાઈક ચઢી જતા આશાસ્પદ યુવાનનું મોત

- text


મોરબી : મોરબીના બગાથળા ગામનો યુવાન વહેલી સવારે હળવદ પીજીવીસીએલમાં નોકરી માટે જતો હતો તે દરમિયાન અંધારામાં બાઈક રસ્તા પર પડેલા એક મૃત શ્વાન પર ચઢી જતા બાઈક ચાલકે કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું.જેથી માથામાં ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું.

- text

આ અંગેની મળતી વિગત મુજબ મોરબીના બગથળા ગામે રહેતા વિનોદ મુળજીભાઈ ચાવડા(ઉ.વ 23) હળવદ પીજીવીસીએલમાં એપરેન્ટીસ તરીકે ફરજ બજાવતા હોય આજે વહેલી સવારે નોકરી માટે જતા હતા ત્યારે દેવ ફન વર્લ્ડ નજીક એક મૃત કૂતરા પર બાઈક ચઢી જતા સ્ટિયરિંગપર કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ જતા વિનોદને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જેથી યુવાનનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં એડી નોંધ કરિ વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કે.એ.ચૌહાણ ચલાવી રહ્યા છે.

- text