હળવદના મીયાણી ગામના યુવાનનુ અજાણ્યા વાહનની અડફેટે મોત

- text


હળવદ : હળવદ તાલુકાના મીયાણી ગામનાં યુવાનનુ ગતરાત્રીના કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમા મીયાણીગામના યુવાનનુ ઘટના સ્થળેજ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતુ જ્યારે બનાવનીજાણ હળવદ પોલીસ નેથતા મીયાણીગામે દોડીજઈ મૃતક ની લાશનો કબ્જો લઈ હળવદ સરકારી હોસ્પિટલખાતે પી.એમ માટે મોકલી આપી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી ધોરણ સરની કાર્ય વાહી હાથધરી હતી

બનાની પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના મીયાણી ગામે રહેતા સુરેશ જાદુ કોળી ઉ. ૩૦ ગત રાત્રીના ઘરેથી પોતાનું બાઈક લઈ વાડીએ જતાહતા ત્યારે ગામના પાદરમા પસાર થતી નર્મદા કેનાલ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે સુરેશ નેઅડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ બનાવના પગલે પરીવાર જનોઘટના સ્થળે દોડી આવી પોલીસ નેજાણ કરતાં હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક ની લાશને પી.એમ માટે સહેરની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

- text

જ્યારે અકસ્માત મા પરીવારના યુવાન દીકરા નુ મોત નીપજતાં કાળો કલ્પાત વ્યાપી ગયો છે સાથે જ મીયાણી ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.

- text