હળવદના ગોલાસણ ગામેથી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો

- text


હળવદ : હળવદના ગોલાસણ ગામે પોલીસે દરોડો પાડી રૂપિયા ૪૭,૨૦૦ ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો ઝડપી લીધો હતો.

મોરબી જિલ્લા પોલીસ અધીક્ષક જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ અઘીક્ષક બનો જોષીની સુચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સી.એચ.શુક્લ તથા સાથે સ્ટાફના પો.હેડ કોન્સ મહેશભાઇ બાલાસરા, ઇશ્વરભાઇ કલોતરા, વસંતભાઇ વઘેરા, પો.કો. વિજયદાન ગઢવી, ભાવેશભાઇ ડાંગર,અરજણભાઇ ગરીયા તેમજ પોલીસ ઇન્સ. એમ ચાર સોલંકી સાથે તેમની સુચના અને માર્ગદર્શન હેઠળ હળવદ વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમિયાન ગોલાસણ ગામેથી આરોપી વિષ્ણુદાન ગંભીરદાન ગઢવી ના રહેણાક મકાનેમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની જુદી જુદી બાંડની બોટલો નંગ ૯૪ કી રૂ ૩૭૬૦૦/તથા બીયર ટીન નંગ ૯૬ કી રૂ ૯૬૦૦/મળી કુલ મુદામાલ કી રૂ ૪૭,૨૦૦/ ઝડપી લીધો હતો. જો કે રેઇડ દરમિયાન આરોપી નાશી જઇ ગુન્હો કરેલ હોય જેથી મજકૂર વિરુધ્ધ પ્રોહી એક્ટ મૂજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

- text

ફાઈલ ફોટો

- text