ટંકારા તાલુકા સંકલન મિટિંગમાં તાલુકા પંચાયત પ્રમુખની આક્રમક રજૂઆત

- text


બાકી રહેલા અનેક વિકાસ કાર્યો તેમજ નગરજનોની સમસ્યા તરફ તંત્રનું ધ્યાન દોર્યું

ટંકારા : ટંકારા તાલુકા પંચાયત પ્રમુખે તાલુકા સંકલન મિટિંગમાં વિકાસને લગતા પ્રશ્નો‌નો મારો ચલાવ્યો હતો. તાલુકાને સુંદર બગીચો તથા રમતનું મેદાન આપવા, ખીજડીયા ચોકડી થી ટંકારા સ્મશાન સુધીનો રોડ બનાવવા, ફાયર સુવિધા અને ગત ચોમાસે થયેલ ભારે નુકસાની સામે તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવા સહિતના પ્રશ્નોની હારમાળા સર્જી હતી. વધુમાં મિટિંગમાં કાયમી હાજર રહેતા બિનસરકારી સભ્યોની ગેરહાજરી ખાસ ધ્યાન નું કારણ બની હતી.

પ્રતિ મહિને યોજાતી તાલુકા સંકલન મીટિંગમાં તાલુકા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ ગોધાણી એ પ્રશ્નોની રીતસર ચોગ્ગા છગ્ગા વારી કરી હતી અને આ તમામ પ્રશ્ર્નો નો નિકાલ તાત્કાલિક કરી યોગ્ય કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. જેમાં તાલુકા મથકે બાલક્રીડાગણ સાથે રમતગમતનુ મોટું મેદાન બનાવવાની માંગ કરી હતી. ચોમાસે અતિવૃષ્ટિના કારણે ભરાયેલા પાણી અને સર્જાયેલી સમસ્યા નું પુનરાવર્તન ન થાય તે માટે કરેલી કાર્યવાહીનો લેખિત એહવાલ રજૂ કરવા જણાવ્યું હતું.

ઉપરાંત અતિ બિસ્માર હાલતમાં રહેલો છાપરથી સ્મશાન સુધીનો રોડ ક્યા મુરત ના વાકે અધૂરો છે એવી ટકોર સાથે તાત્કાલિક કામ શરૂ કરવા જણાવ્યું હતું બાજુમાં જ આવેલું હોસ્પિટલ અને બહાર પ્રસંગોથી આવતા મહેમાનો નગરજનોના આબરૂના લીરા કરતા હોય એવી પણ ટકોર કરવામાં આવી હતી.

ઓવરબ્રિજને લઈ એસ.ટી.બસની ખાલી જગ્યામાં ઉભી રાખવા પણ સૂચન કરવામાં આવ્યું હતું તો વિદ્યાર્થીઓ માટે અગાઉ હિરાપર નાઈટ કરતી બસ ફરી શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી ટંકારા શહેરીજનોને શુદ્ધ પાણી પીવા માટે મળી રહે તે માટે મંજુર થયેલ ફિલ્ટર પ્લાન્ટ તાત્કાલિક કામગીરી કરવા પણ આ તકે જણાવ્યું હતું.

- text

વધુમાં ગોધાણી એ તાલુકા પંચાયત પાછળ આવેલ પુરવઠા ગોડાઉન અને ફોરેસ્ટ વિભાગ ની જગ્યામાં ચોમાસાના પાણીનો યોગ્ય નિકાલ ન થતો હોય ગત વર્ષે જ ભારે વરસાદથી તાલુકા પંચાયત કચેરી બેટમાં ફેરવાઇ હતી અને કીમતી કાગળ સહિત કોમ્પ્યુટર અને અને અન્ય સામગ્રી પાણીમા ગરકાવ થઈ જતાં ભારે નુકસાની વેઠવી પડી હોય આ વર્ષે આનું પુનરાવર્તન ન થાય એ માટે અગાઉથી જ યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ભારે વરસાદ થયો હોય અને નાલા અને અન્ય રસ્તાઓ તુટી ગયા હોવા છતાં સિંચાઈ વિભાગ દ્વારા પુલીયા નું કોઈપણ કામ કરવામાં આવ્યું ન હોય તે પણ તાત્કાલિક ધોરણે ઉનાળો આવી ગયો હોય અને ચોમાસાની સીઝનને માત્ર હવે ગણતરીના જ મહિના બાકી રહ્યા છે ત્યારે એ પણ યોગ્ય કરવા ટકોર કરી હતી.

તાલુકા સંકલન મિટિંગમાં ચુંટાયેલા ધારાસભ્ય લલીત કગથરા પણ બે વખત મિટીંગો કરી અને રીતસર અધિકારીઓને સુચનાઓ આપી પ્રજાના કામો કરવા તાકીદ કરી હતી અને ધારાસભ્ય ની હાજરી બાદ મિટિંગમાં હાજર અધિકારીઓની સંખ્યામાં વધારો થયો છે પરંતુ હવે ક્યાંકને ક્યાંક અગાઉ ગેરહાજર રહેતા ધારાસભ્યો અને એમની જગ્યાએ હાજર રહેતા બિન-સરકારી સભ્યોની સુચક ગેરહાજરી બધાનું ધ્યાન ખેંચે છે જો આજ સુચનો નુ પાલન માત્ર કાગળ પર ન રહે અને અમલવારી થાય તો ટંકારા ને નંદ વન બનતા કોઈ રોકી શકે નહી તેમ જણાવાયું હતું.

- text