ટંકારામાં આર્યસમાજના ૧૪૪માં સ્થાપના દિનની ભાવભેર ઉજવણી

- text


વૈદિક યજ્ઞ, આર્યવિરોની અભિવ્યક્તિ, પુરસ્કાર વિતરણ અને વિદ્વાનોના પ્રવચન સહિતના કાર્યક્રમો યોજાયા

ટંકારા : ટંકારામા જન્મી  ને દેશ દુનિયામાં આર્ય સમાજની સ્થપના કરનાર મહર્ષિ  દયાનંદ   સરસ્વતી જેઓએ આર્ય બનોનું સૂત્ર આપ્યું ને લોકો આર્ય બને માટે આર્ય સમાજની  સ્થાપના કરી.ત્યાર બાદ સમગ્ર હિદુસ્તાનમાં ઠેર ઠેર  આર્ય સમાજ બનાવ્યા હતા ત્યારે મુંબઈ શહેરમાં પ્રથમ આર્ય સમાજ ની સ્થાપના કરવામાં આવી હતી. આર્યસમાજની સ્થાપના ને આજે ૧૪૪ વર્ષ પુરા થતા સ્થાપનાદિન ની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે  આર્ય સમાજના આગેવાનો તથા ટંકારા ના ગામજનો સાથે વિરો ને વિરાંગના હાજર રહ્યા હતા .

વૈચારિક કાંન્તી ના જનક ,મહાન સમાજ સુઘારક ,અંધશ્રધ્ધા અનેકુરિવાજો સામે બાથ ભીડનાર‍ તેમજ વિશ્વભરમા સામાજીક ક઼ાંતિ લાવીને ઋષીતરીકે ખ્યાતિ પામનાર‍ મહર્ષિ દયાનંદ સરસ્વતીએ વૈદિક ધમઁની આહલેક જગાવી આયઁધમઁ સ્થાપ્યો હતો.આયઁધમઁના પ્રચાર ,પ્રસારનુ કામ કરતી ટંકારા શહેરના ત્રણહાટડી પાસે આવેલ આયઁસમાજ સંસ્થાની ભગીની પાંખ અને યુવાનોના તન અને મનનુ ઘડતરનુ સરાહનિય કામ કરતી આયઁસમાજ સંસ્થાની સ્થાપના ૧૮૭૫ મા કરવામા આવી હતી.

ગઇકાલે આયઁસમાજ ના ૧૪૪ મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા કાયઁક઼મનો પ઼ારંભ સંસ્થાની દૈનિક પ઼વૃતિ મુજબ સવારે ૮:૩૦ કલાકે વૈદિક યજ્ઞ થી કર્યો હતો બાદમા સાડા નવ વાગ્યાથી આયઁવિરોની અભિવ્યક્તિ,પુરસ્કાર વિતરણ, વિદ્વાનોના પ્રવચન,સંસ્થાનો પરિચય સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આ તકે આયઁધમઁના પ્રચાર પ્રસાર ને વેગવંતું કરવાની ઝુંબેશ,લોકોને વેદ તરફ પાછા વળો ના સુત્ર અનુસાર વેદધમઁના માગેઁ વાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

- text

કાર્યક્રમ દરમિયાન ધન્શયામભાઈ ચાવડા , આર્ય પ્રતિનીધી સભા ના રણજીતસિંહ ,ગુરૂકુળના આચાયઁ રામદેવ શાસ્ત્રીએ ખાસ ઉપસ્થિત રહીને વેદ,ઉપનિષદ,વૈદિકધમઁનો મમઁ સમજાવી ધમઁપથ ઉપર આગળ વધવાનુ માગઁદશઁન પુરૂ પાડ્યું હતું. દયાનંદ સરસ્વતી ગુરુકુળ ના આચાર્ય રામદેવજી એ વિગત વાર માહિતી આપી હતી. આ આર્ય સમાજ ના પ્રમુખ હસમુખજી પરમાર અને પંડિતજી દ્વારા તમામ આર્ય નુ અભિવાદન કર્યું હતું કાર્યક્રમ ને સફળ બનાવવા રજનિશ મોરસાણીયા પરેશ કોરીગા સહિત ના એ જહેમત ઉઠાવી હતી અંતિમ ચરણમાં ઉપસ્થિતો,આમંત્રિતો માટે સમુહમા પ્રીતિભોજનનુ આયોજન કરાયુ હતુ.

- text