રાજપર તાલુકા શાળાના બાળકોએ ચકલી દીને પૂઠા માંથી માળા બનાવ્યા

- text


શાળા નજીક આવેલા વૃક્ષો પર માળા , પાણીની કુંડી અને ચણ નું સ્ટેન્ડ મૂક્યું

મોરબી : આજે વિશ્વ ચકલી દિન નિમિત્તે રાજપર તાલુકા પ્રાથમિક શાળામાં બાળકોને ચકલી અંગેની વિશેષ સમજ આપવામાં આવી હતી. ઉપરાંત બાળકોને ચકલીના માળા બનાવતા શીખવવામાં આવ્યું હતું.ત્યારે બાળકોને પણ ચકલી નો માળો બનાવતા શીખવામાં ભારે મજા પડી હતી

રાજપર તાલુકા પ્રાથમિક શાળામાં આજે વિશ્વ ચકલી દિનની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષકો દ્વારા બાળકોને ચકલી અંગે વિશેષ માહિતી આપવામાં આવી હતી.આ સાથે પૂઠાના ખોખા માંથી કઈ રીતે ચકલીનો માળો બનાવી શકાય તે શીખવવામાં આવ્યું હતું. બાળકો ચકલીના માળા બનાવવાની પ્રવૃત્તિમાં ઉત્સાહ સાથે મગ્ન થયા હતા. બાળકોએ પોતાના હાથે ચકલીનો માળો બનાવીને અનેરો આનંદ મેળવ્યો હતો.

- text

ત્યારબાદ શાળા નજીક આવેલા વૃક્ષો ઉપર ૩૨ પૂંઠાના માળા , ૮ માટીના માળા, પાણીની કુંડી તેમજ ચણ માટેનું સ્ટેન્ડ મૂકવામાં આવ્યું હતું. ઉપરાંત જે બાળકોના ઘરે ચકલીના માળા રાખી શકાય તેવી વ્યવસ્થા હતી તેઓને ૨૮ જેટલા માળાઓ ઘરે લગાવવા માટે આપવામાં આવ્યા હતા.

- text