મોરબીને એરોડ્રામ આપવા વિધાનસભામાં માંગણી કરતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા

- text


મોરબી :મોરબીને એરોડ્રામ આપવા સરકાર સમક્ષ અનેક રજૂઆત થઈ છે. સિરામિક હબ ગણાતા મોરબીમાં થી હવાઈ મુસાફરીની સુવિધા મળી રહે તેની તાતી જરૂરિયાત છે.ત્યારે આ અંગે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વિધાનસભામાં રજૂઆત કરી હતી.

વિધાનસભામાં નાગરિક ઉડ્યન વિભાગની પ્રશ્નોત્તરી વખતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પ્રશ્ન પૂછી રજુઆત કરી હતી કે મોરબી એ સિરામીકનું હબ ગણાય છે. મોરબીમાં જુના જમાનાનું સ્ટેટ વખતનું એરપોર્ટ હતું. આ એરપોર્ટ પુન: જીવીત કરવા જિલ્લા વહિવટીતંત્ર તથા સરકાર સમક્ષ વખતો વખત રજૂઆતો કરવામાં આવી છે. આ અંગેનો ફીઝીબીલીટી રિપોર્ટ પણ તૈયાર કરાયો છે. મોરબીના સિરામિક ઉધોગ માટે વિદેશોમાંથી અનેક વિદેશી ધંધાર્થીઓ મોરબી આવે છે.

- text

આ ઉપરાંત મોરબીમાં સિરામિકના ૧૫૦૦ જેટલા વિવિધ પ્રકારના નાના-મોટા ઉદ્યોગો આવેલા છે તે જોતા મોરબીને વિમાન સુવિધા સાથે એરપોર્ટ આપવું ખુબ જરૂરી છે. ધારાસભ્ય બ્રિજેશ મેરજાના આ પ્રશ્નનો મંત્રીએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

- text