મોરબીની બોરીયાપાટી પ્રા. શાળાના છાત્રોએ બેન્કની મુલાકાત લીધી

- text


બાળકોએ બેન્કની તમામ કામગીરી પ્રત્યક્ષ નિહાળીને માર્ગદર્શન મેળવ્યું

મોરબી : મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલી બોરીયાપાટી પ્રાથમિક શાળાના ધો.૮ના ૩૨ જેટલા વિદ્યાર્થીઓએ નાગરિક સહકારી બેન્કની મુલાકાત લીધી હતી આ બેન્કની મુલાકાત લેવાનો હેતુ બેન્ક પ્રકરણનો પ્રત્યક્ષ અભ્યાસ વિદ્યાર્થીઓને થાય તે હતો.

બેન્કના કર્મચારી પારૂલબહેને તમામ વિદ્યાર્થીઓને અલગ અલગ ડિપાર્ટમેન્ટની માહિતી આપી હતી. જેમાં લોકર વિભાગ, ATM મશીન, લોન વિભાગ, કેશિયર વિભાગ, ઓપરેશન વિભાગ જેવા વિવિધ વિભાગો તથા બેન્કની કામગીરી વિશે તમામ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ માહિતી આપવામાં આવી હતી.

- text

મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ બેન્કની કામગીરી પ્રત્યક્ષ નિહાળી હતી અને આ પ્રત્યક્ષ જ્ઞાનપ્રાપ્તિની મુલાકાત બાદ વિદ્યાર્થીઓને ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ હતી. આ પ્રત્યક્ષ જ્ઞાનવૃદ્ધિના કાર્યમાં સિંહફાળો એવા બેન્કના મેનેજરને બોરીયાપાટી પ્રા.શાળાના શિક્ષક વિનોદભાઈ વસીયાણીએ પુસ્તકપુષ્પ આપી આભાર વ્યક્ત કર્યો હતો, આ મુલાકાત બાદ બેન્કના કર્મચારીઓએ વિદ્યાર્થીઓને ચોકલેટ અને પેન આપી પ્રોત્સાહિત કર્યા હતા.

- text