હળવદમાં રાજકોટ નાગરીક સહકારી બેંકની ૩૮મી શાખાનો શુભારંભ

- text


એશિયાની સૌથી વધારે સભાસદો ધરાવતી બેંકની વિધિવત રીતે પ્રારંભ : રાજકીય તેમજ બેન્કના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

હળવદ એશિયામાં સૌથી વધુ સભાસદો ધરાવતી રાજકોટ નાગરીક સહકારી બેંકની ૩૮મી શાખાનું આજરોજ હળવદ શહેરના મેઇન રોડ પર વિધિવત રીતે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં શુભારંભ થયો હતો. આ પ્રસંગે શહેરના બેન્ક અધિકારીઓ તેમજ રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શાખાનો ઉદ્દેશ નાના માણસો આર્થિક રીતે પગભર થાય અને સંપૂર્ણ રીતે સ્વનિર્ભર બની રહે તેવું સુત્ર છે.

હળવદ શહેરના મેઇન રોડ પર આજરોજ રાજકોટ નાગરીક સહકારી બેંકનુ શુભારંભ મહંત દિપક મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજકોટ નાગરિક સહકાર બેંકનો લક્ષ્ય નાના માણસો આર્થિક રીતે સધ્ધર થાય તેમજ મહિલાઓ માટે મુખ્યમંત્રી કલ્પતરૂ યોજના અંતર્ગત માત્ર આધારકાર્ડથી ૧૦થી ૧૫ હજાર સુધીની લોન ઉપરાંત જે વિદ્યાર્થીઓ ટેકનિકલ કોર્ષની સર્ટિફિકેટ ધરાવતા હોય તેના માટે “લક્ષ્મણરાવ ઈમાનદાર” યોજના હેઠળ ટેકનિકલ સાધન સામગ્રી અર્થે લોન વગેરે જેવી યોજના અંતર્ગત રાજકોટ નાગરિક સહકારી બેન્ક નાના લોકોને પણ ઉપયોગી બની રહી છે.

- text

એશિયાની સૌથી વધારે ૨ લાખ ૭૮ હજાર સભાસદો ધરાવતી એકમાત્ર બેન્કનું સુત્ર “સમાજ સંસ્કારી હોય તો, દેશ પણ સંસ્કારી બને” તેવી નેમ સાથે રાજકોટ સહકારી બેંકની ૩૮મી શાખાનું આજે સવારે દિપ પ્રાગટય કરી શાશ્ત્રોક્ત વિધીથી હળવદ ખાતે પ્રારંભ કરાયો હતો.

આ પ્રસંગે ડીરેકટર ડાહ્યાભાઈ ડેલાવાળા, કન્વીનર વિજયભાઈ જાની, સહ કન્વીનર રાજુભાઈ ચનિયારા, બિપીનભાઈ દવે, માર્કેટ યાર્ડ ચેરમેન રણછોડભાઈ પટેલ, રજનીભાઈ સંધાણી, વલ્લભભાઈ પટેલ, જશુભાઈ પટેલ, અજયભાઈ રાવલ, ડૉ.સી.ટી. પટેલ, ભાવેશભાઈ ઠક્કર, હિનાબેન મહેતા, ઘનશ્યામભાઈ ગોહિલ, નવીનભાઈ ચાવડા, નયન પટેલ તેમજ બેન્ક કર્મચારીઓ સહિત હળવદ શહેરના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- text