મોરબીમાં સામકાઠે થી અજાણ્યા યુવકની કોહવાયેલી લાશ મળી

- text


મોરબી : મોરબીના સામકાઠે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં નદીની દીવાલ પાસેથી અજાણ્યા યુવકની કોહવાયેલી લાશ મળી આવી છે. પોલીસને આ અંગે જાણ થતાં તેઓએ સ્થળે દોડી જઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સામકાઠે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં નદીની દીવાલ પાસેથી આશરે ૨૫ થી ૩૦ વર્ષની ઉંમર ના યુવકની કોહવાયેલી લાશ મળી હતી. લાશ પાસેથી એક થેલી મળી આવી હતી. થેલીમાં કપડાં ભર્યા હતા. લાશ કોહવાયેલી હાલતમાં હોવાથી મૃતકની ઓળખ થઈ શકી નથી.

- text

યુવકના મોત અંગેનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા યુવકની લાશને પી.એમ. અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.વધુમાં પોલીસે મૃતક યુવકની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે.

- text