મોરબી જિલ્લામાં અનઅધિકૃત પ્રાઇવેટ સિકયુરીટી એજન્સી ઝડપી લેતી એસઓજી

- text


સિક્યુરિટી એજન્સી સંચાલક વિરૂધ્ધ કાર્યવાહી

મોરબી : મોરબીની ઇન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદે સિક્યુરિટી એજન્સી ચલાવવાના વ્યાપક દુષણ સામે એસઓજીએ લાલ આંખ કરી વધુ એક અનઅધિકૃત એજન્સી સંચાલકને ઝડપી લેતા ચકચાર જાગી છે.

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડની સુચના અને મોરબી એસઓજી પો.ઈન્સ. એસ.એન.સાટી સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબી એસઓજી સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ ફલેવર પ્રા.લી.નામના કારખાનામાં તથા રોટોન વિટ્રીફાઇડ કારખાનામાં આરોપી સુગ્રીવ રામાશિષ દુબે ઉવ.૫૩ ધંધો સિકયુરીટી શાહપુર,તા.ભૌરે, જિલ્લો દેવરીયા હાલ રોટોન વિટ્રીફાઇડ, પાવડીયારી મંદિર શાપર તા.મોરબી વાળા પાસે પ્રાઇવેટ સિકથુરીટી એજન્સી ચલાવવા અંગે લાયસન્સ ન હોવા છતા કારખાનામાં પ્રાઇવેટ સિકથુટીરી ગાર્ડ પુરા પાડી લાયસન્સ વગર પ્રાઇવેટ સિકથુરીટી એજન્સી ચલાવતા મળી આવતા સંચાલક વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

- text

આ કામગીરી મોરબી એસ.ઓ.જી. પો.હેડ કોન્સ.શંકરભાઇ ડોડીયા તથા કિશોરભાઇ મકવાણા, ફારૂકભાઇ પટેલ, જયપાલસિંહ ઝાલા, પ્રવિણસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, પો.કોન્સ.નરેન્દ્રસિંહ જાડેજા, ભરતસિહ ડાભી, ધમેંન્દ્રભાઇ વધાડીયા તથા વિજયભાઇ ખીમાણીયા રોકાયેલ હતા.

- text