મોરબી :એનિમલ હેલ્પલાઇન અને બર્ડ શેલ્ટ૨ દ્વારા ૨૦ મીથી ચકલીના માળાનું વિતરણ

- text


વિશ્વ ચકલી દિન થી શરૂ થનારા ચકલી બચાવો અભિયાનમાં જોડાવા નગરજનોને અનુરોધ કરાયો

મોરબી : મોરબીમાં એનિમલ હેલ્પલાઇન અને બર્ડ શેલ્ટ૨ દ્વારા વિશ્વ ચકલી દિન નિમિતે આગામી મંગળવારથી ચકલીના માળાનું વિતરણ શરૂ કરવામા આવી રહ્યું છે. નગરજનો લાતી પ્લોટ શેરી નં.૫માં આવેલી એનિમલ હેલ્પલાઇન ની ઓફીસ ખાતે થી વિનામૂલ્યે ચકલીના માળા મેળવી શકશે.

પૃથ્વી પર પ્રાણી પશુ પક્ષી સૌનો સરખો હક અને અધિકાર છે પરંતુ અત્યારના સમય માનવે સૌથી સવાયા બની આ અવની ઉપર પોતાનો અધિકાર જમાવી દીધો છે,આડેધડ વૃક્ષઓ કાપી સિમેન્ટ કોન્ક્રીટના જંગલો બનાવી દીધા છે,પક્ષીઓના આશ્રય છીનવી લીધા છે એક સમયે ચારેબાજુ ચકલીઓની ચી ચી થી વાતવરણ ગુંજી ઉઠતું હતું પણ વર્તમાન સમયમાં ચકલીઓની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે ત્યારે ચકલીના બચાવમાં મોરબી એનીમલ હેલ્પલાઇન વ્હારે આવી છે

- text

લાતી પ્લોટ,શેરી નંબર-5 મોરબી માં આવેલ ઓફિસેથી ૨૦ માર્ચે વિશ્વ ચકલી દિવસથી વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે. સર્વે જીવદયા પ્રેમીઓને એનિમલ હેલ્પ લાઈન નં. ૭૦૧૬૨૫૭૦૭૦ ઉપર સંપર્ક કરી ચકલીના માળા લઈ જઈને ચકલી બચાવવાના ભગીરથ કાર્યમાં સહયોગ આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

 

- text