હળવદના માઈભક્ત છેલ્લા ૧૫ વર્ષ થી ચૈત્રી નવરાત્રિમાં કરે છે નકોરડા ઉપવાસ

- text


નવેય દિવસ માત્ર પાણી પીને માં ની આરાધના કરે છે

હળવદ : હળવદના મહેશભાઈ મહેતા છેલ્લા પંદર વર્ષ થી ચૈત્રી નવરાત્રી માં સવાલાખ જપ કરી અને નવે નવ દિવસ ખાલી પાણી પી ને માતાજીની આરાધના કરે છે. તેઓની આ કઠોર તપસ્યા તેમનાં માં રહેલી માતાજી પ્રત્યેની શ્રદ્ધા સ્પષ્ટ પણે વર્ણવે છે.

આજથી પવિત્ર ચૈત્રી નવરાત્રી તહેવાર નો પ્રારંભ થયો છે ત્યારે હળવદ માં સલાટફડી વિસ્તાર માં રહેતા અને ડી.વી રાવલ કોલેજ માં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મહેશભાઈ મહેતા(રાજુભાઇ) એ અખંડ દિવા ની જ્યોત ની સાક્ષી એ આજથી નવ દિવસ માતાજી ના સવાલાખ જાપ કરી અને ફક્ત અને ફક્ત પાણી પીને જ નકોરડા ઉપવાસ કરી અને માતાજીનું અનુસ્ઠાન કરશે. મહેશભાઈ છેલ્લા પંદર વર્ષ થી નીયમીત નવરાત્રી માં આ પ્રકાર નું અનુસ્ઠાન કરી માતાજી ની અનોખી ભક્તિ કરી રહ્યા છે ત્યારે આ કળિયુગ માં માતાજી પ્રત્યે અતૂટ શ્રધ્ધા ધરાવતા મહેશભાઈ ને અનેકાનેક શુભકામનાઓ મળી રહી છે.

- text

- text