ટંકારાના ટોળ ગામે ફાગલીયા પરિવાર દ્વારા ૨૫ અને ૨૬મીએ મહાયજ્ઞ યોજાશે

- text


ટંકારા : ટંકારાના ટોળ ગામે ફાગલીયા પરિવાર દ્વારા આગામી તા.૨૫ અને ૨૬ના રોજ નવચંડી મહાયજ્ઞ તથા કરવિધીનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે બહોળી સંખ્યામાં સાધુ સંતોની ઉપસ્થિતિ રહેશે.

અમરાપર ટોળ ગામે આગામી ૨૫ અને ૨૬ માર્ચે સર્વે પિતૃઓના મોક્ષાર્થે તેમજ જીવ માત્રના કલ્યાણ અર્થે ફાગલિયા પરિવાર દ્વારા નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે ફાગલિયા પરિવારની કરવિધી પણ યોજાશે.

- text

૨૫ મિથી સવારે યજ્ઞ શરૂ થશે. જેમાં શાસ્ત્રી પદે વિપુલભાઈ બિરાજશે. ત્યારબાદ સંતોના સામૈયા થશે. જેમાં ઘનશ્યામપૂરી બાપુ, તોરણીયા નાં રાજેન્દ્ર દાસ બાપુ, ઢસા ના રઘૂબાપુ, ઓબરડીના લીખા બાપા, રાણીમાના વિસામા થી કનુભગત, મોરબીના ગાંડુભગત , જૂનાગઢના જીવાભગત, દડવિના રતનાભગત સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહેશે.ત્યારબાદ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત જિલ્લા કલેકટર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ખટાણા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય લલિતભાઈ વસોયા , બ્રીજેશભાઈ અમૃતિયા, તાલુકા પ્રમુખ ભૂપત ગોધાણી, રાધેભાઈ ઠકકર સહિતના નું સ્વાગત કરવામાં આવશે. યજ્ઞમાં સર્વે પરિવારોના પિતૃઓના મોક્ષાર્થે અને જીવ માત્રના કલ્યાણ અર્થે આહુતિ આપવામાં આવશે.

- text