ટંકારાના ખાખરા ગામે થી અજાણ્યા વૃદ્ધની લાશ મળી

- text


ટંકારા : ટંકારાના ખાખરા ગામ પાસેથી સાંજના સમયે અજાણ્યા વૃદ્ધ નો મૃતદેહ મળતા પોલીસે ત્યાં પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. બાદમાં મૃતદેહને પી.એમ.માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા તાલુકાના ખાખરા ગામ નજીક એક અજાણ્યા વૃદ્ધ નો મૃતદેહ પડ્યો હોવાની જાણ ગામના સરપંચ રાજુભાઈ રાઠોડે ટંકારા પોલીસ ને કરતાં સુરેશભાઈ ઠોરિયા અને ભાવેશ વરમોર ત્યાં દોડી ગયા હતા અને મતુદેહ ને પી.એમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને પ્રાથમિક તપાસ માં મૃતક ની ઉંમર અંદાજે ૫૫ વર્ષની લાગે છે તેમજ મૃતક ની ઓળખ મેળવા પોલીસે તજવીજ હાથ ધરી છે

- text

જો કોઈ મૃતક ને ઓળખતું હોય અથવા બીજી કોઈ માહિતી હોય તો ટંકારા પોલીસ મથક ફોન નં. ૦૨૮૨૨ ૨૮૭૭૩૩નો સંપર્ક કરવા એક યાદીમાં જાણવાયું છે.

 

- text