રાજપર તાલુકા શાળાના બાળકોએ ડ્રીમલેન્ડની મજા માણી

- text


મોરબી : રાજપર તાલુકા શાળાના વિદ્યાર્થીઓ માટે વીરપર ગામ પાસે આવેલા ડ્રીમલેન્ડ માં વનડે પિકનિક નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ધો.૧ થી ૫ માં અભ્યાસ કરતા ૧૨૯ વિદ્યાર્થીઓ જોડાયા હતા.

રાજપર તાલુકા શાળા દ્વારા સહઅભ્યસિક પ્રવૃત્તિના ભાગરૂપે છાત્રો માટે વીરપર ગામ નજીક આવેલા ડ્રીમલેન્ડ માં વનડે પિકનિક યોજાઈ હતી. શાળાના ધો.૧ થી ૫ માં અભ્યાસ કરતા ૧૨૯ વિદ્યાર્થીઓએ વન ડે પિકનિક માં જોડાઈ ને ડ્રીમલેન્ડ ની મજા માણી હતી. વિદ્યાર્થીઓ સાથે શાળાના ૭ શિક્ષકો પણ જોડાયા હતા.

- text

શાળાના બાળકોએ ડ્રીમલેન્ડ માં હીંચકા , ઉચક નીચક , લપાસિયા સહિતની મજા માણી હતી.શાળા પરિવાર દ્વારા બપોરે બાળકો માટે ભોજન વ્યવસ્થા પણ કરી હતી.

- text