મોરબી : ભારત – બાંગ્લાદેશ મેચ પર સટ્ટો રમાડતા બે ઝડપાયા

- text


રૂપિયા ૨૩૭૫૦ ના મુદામાલ સાથે બે ઝડપાયા : બન્ને શખ્સોએ કબુલાતમાં કપાત કરનાર નું નામ કબૂલાત ત્રણ વિરુદ્ધ ગુન્હો નોંધાયો

મોરબી : મોરબી એલસીબીએ વજેપરમાં ધમધમતા ક્રિકેટના સટ્ટાના નેટવર્કનો ભેદ ખોલી નાખી ભારત – બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટમેચ પર સટ્ટો રમાડતા બે શખ્સોને રંગે હાથ ઝડપી લઈ કપાત લેતા શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી જિલ્લા પોલીસ વડા જપપાલર્સિહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસને જુગારની બદ્દી નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સુચના મળતા એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ સહદેવસિંહ જાડેજા તથા યોગીરાજર્સિહ જાડેજાને મળેલ હકિકત આધારે મોરબીના વજેપર શેરી નં-૧૨ માં રહેણાંક મકાનમાં ટીવીમાં સ્પોર્ટસ ચેનલમાં જીવંત પ્રસારણ ઉપર ભારત બાંગ્લાદેશ ટીમ વચ્ચે રમાતી ક્રીકેટ મેચ ઉપર પૈસાની હારજીતનો સટ્ટો રમતા આરોપી (૧) ગુલામ હુસૈન ઉફેં રાજુભાઇ ઇસ્માઇલભાઇ સુમરા,સંધિ રહે, મોરબી વજેપર શેરી નં-૧ર તથા (૨) જસ ઉફેં સાગર પ્રવિણચંદ્ર રાણપુરા, જૈન વાણીથા રહે,ધંધુકા તા.ધંધુકા જી.અમદાવાદ વાળાને રોકડા રૂપીપા ૭૫૦/તથા મોબાઇલ ફોન નંગ-૬ કિ,રૂ.૧૨,૦૦૦/તથા તોશીબા કંપની કલર ટીવી તથા સેટ ટોપ બોક્સ કી,રૂ.૧૧,૦૦૦/મળી કૂલ રૂ.ર૩,૭૫૦/ના મુદ્દામાલ સાથે બંન્ને આરોપીઓને એલસીબી મોરબીએ પકડી પાડેલ હતા.

- text

વધુમાં ઝડપાયેલા બન્ને આરોપીઓ સુમન ચાનીયા રહે. મોરબી વાળા પાસે કપાત કરાવતા હોવાની એલસીબીને કબૂલાત આપતા ત્રણેય ઇસમો વિરૂધ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોસ્ટે ખાતે ગુન્હો નોંધાવ્યો હતો.

- text