મોરબીમાં મંગળવારે ૧ હજાર ચકલીના માળા અને કુંડાનું વિતરણ કરાશે

- text


ચકલી દિન નિમિતે આશિષ વસવેલિયાનું પ્રેરણાદાયી કાર્ય

મોરબી : ૨૦ માર્ચે વિશ્વ ચકલી દિવસ છે.લુપ્ત થઈ રહેલી ચકલીને બચાવવા અનેક સંસ્થાઓ તેમજ પર્યાવરણપ્રેમીઓએ અભિયાન છેડ્યું છે.ત્યારે મોરબીના એક વેપારીએ પણ પ્રેરણાદાયી કાર્ય હાથ ધર્યું છે.મોરબીનો વેપારી મંગળવારે વિશ્વ ચકલી દિવસે ૧૦૦૦ માળા અને ૧૦૦૦ કુંડાનું વિતરણ કરશે.

ઘરનું વાતાવરણ સુંદર ઉપવન જેવું બનાવનાર ચકલીઓ છેલ્લા ઘણા સમયથી ઘરમાંથી અદૃશ્ય થઈ છે. સાદા ઘરને બદલે બહુમાળી ઇમારતો બનવા લાગતા ચકલીઓને માળો બનાવવામાં તકલીફ પડી રહી છે. ત્યારે ઇમારતોમાં ચકલીઓને તૈયાર ઘર મળી રહે તે હેતુ થી ઘણી સેવાભાવી સંસ્થાઓ તેમજ પર્યાવરણપ્રેમીઓ દ્વારા ચકલીઓના માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

- text

આગામી મંગળવારે ચકલી દિન નિમિતે મોરબીના કેનાલ રોડ પર રામોજી ફાર્મ સામે આવેલી ગલાસવરની દુકાન ધરાવતા વેપારી આશિષ વસવેલિયા ૧૦૦૦ ચકલીના માળા અને ૧૦૦૦ પીવાના પાણીના કુંડાનુ વિનામૂલ્યે વિતરણ કરશે. જેનો લાભ લેવા લોકોને અનુરોધ કરાયો છે.

- text