માળિયા મીયાણા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ફરી દિનેશચંદ્ર હુંબલ

- text


બેઠકમાં પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની સર્વાનુમતે નિમણુક કરાઈ

માળીયા : મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની તાજેતરમાં બેઠક મળી હતી. જેમાં 2018ના વર્ષથી જે હોદેદારોની 3 વર્ષની મુદત પૂર્ણ થઈ હોય તેમના સ્થાને નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી.

- text

તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશચંદ્ર હુંબલ સહિતના હોદેદારોની મુદત પૂર્ણ થતા સર્વ સંમતિથી પ્રમુખ તરીકે ફરી દિનેશચંદ્ર હુંબલ ,ઉપ પ્રમુખ તરીકે વિનુભાઈ એસ રાઠોડ,નરેન્દ્ર પી.કાસુન્દ્રા,મહામંત્રી હસમુખભાઈ વરસડા,જિલ્લા પ્રતિનિધિ પ્રભાતભાઈ વી લાવડીયા,નરેશભાઈ ડી પટેલ,રાજ્ય પ્રતિનિધિ પ્રમોદભાઈ રાયજાદા સહિતના વિવિધ હોદેદારોની આગામી 3 વર્ષ માટે નિમણુંક કરવામાં આવી હતી.

- text