હળવદ તાલુકા પંચાયતનું ૧.૩૦ લાખનું બજેટ સર્વાનુમતે મંજૂર

- text


ઉનાળામાં થતી પાણીની સમસ્યા મુદ્દે પાણીના પ્રશ્નને અપાયું ખાસ પ્રાધાન્ય

હળવદ : હળવદ તાલુકાના સર્વાંગી વિકાસ માટે આજે તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખની અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં તાલુકાના વિકાસ માટે સરકાર તરફથી ફાળવવામાં આવતી રકમને દરેક ગામડાઓમાં ગામની પ્રાથમિક જરૂરિયાત મુજબ રકમ ફાળવણી મુદ્દે વષૅ ૨૦૧૭/૧૮ના અધુરા કામો પુરા કરવા તેમજ નવી કામગીરી માટે ૧ કરોડ ૩૦ લાખ રૂપિયાની સર્વાનુમતે બજેટને મંજૂરી આપવામાં આવી હતી.
હળવદ તાલુકામાં સુવિધાઓથી વંચિત ગામડાઓમાં રકમ ફાળવી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે આજે ગામોને નર્મદા નહેરથી પાણીની પાઈપલાઈનના કનેકશન આપવા, શાળામાં પેવર બ્લોક, સ્મશાન કંમ્પાઉન્ડ, ગટર વ્યવસ્થા તેમજ પાણીના બોર સહિતની કામગીરીની સર્વાનુમતે રૂ. ૧ કરોડ ૩૦ લાખના બજેટને મંજૂરી આપવામાં આવી હતી.
‌તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સારોલાના જણાવ્યા મુજબ અમારી બેઠકમાં વર્ષ ૨૦૧૭/૧૮માં રહેલા અધુરા કામો પુરા કરવા તેમજ ૨૦૧૮/૧૯માં નવા કામોની ફાળવણી માટે યોજાઈ હતી. જેમાં તાલુકા પ્રમુખ ગીતાબેન ભુપતભાઇ સારોલા, તાલુકા વિકાસ અધિકારી એજી દેસાઈ, જીલ્લા પંચાયત કચેરીના સભ્ય ધર્મેન્દ્રભાઈ પટેલ, હેમાંગભાઈ રાવલ, મનિષાબેન મનસુખભાઈ, કાંતાબેન હનુભાઈ, ખેંગારભાઈ ભીખાભાઇ, ન્યાય સમિતિના ચેરમેન નામોરીભાઈ ભીલ તેમજ હળવદ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા ઉપસ્થિત રહી સર્વાનુમતે  તાલુકાના વિકાસ માટે રૂ.૧ કરોડ ૩૦ લાખની ફાળવણી કરવામાં આવી હતી.
આ તકે તાલુકા પંચાયત કચેરીએ ઉપસ્થિત ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ જણાવ્યું હતું કે, હળવદ તાલુકાના તમામ ગામોને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ બને તેમજ ઉનાળામાં પાણીની સમસ્યા વિકટનો બને તે માટે  ગામડાઓમાં નવા બોરને મંજુરી આપવામાં આવી છે તેમજ નર્મદા કેનાલમાંથી પાઇપલાઇન નાખી ગામના છેવાડા સુધી પાણી પહોંચતુ થાય તેવા પુરતા પ્રયત્નો કરવામાં આવશે.

- text

- text