હળવદ સરસ્વતી શિશુમંદિર શાળા ખાતે ચૈત્રી એકમના નુતનવર્ષની ઉજવણી કરાઈ

- text


હળવદ : સરસ્વતી શિશુમંદિર હળવદ દ્વારા ચૈત્રી એકમના નુતનવર્ષ પ્રારંભે ગુડીપડવાનુ હિંદુ સંસ્કૃતિમા અનેક ગણુ મહત્વ ધરાવે છે.ત્યારે આજના દિવસે જ સૂર્યોદય સાથે ભગવાન બ્રમ્હાજીએ સૃષ્ટિની રચના પ્રારંભ કરી,તેમજ શક્તિ અને ભક્તિના નવ દિવસ એટલે નવરાત્ર સાથે

સમ્રાટ વિક્રમાદિત્યએ આજના દિવસે રાજ્યની સ્થાપના કરી, શાલિવાહને વિદેશી આક્રાતાને હરાવી દક્ષિણમાં રાજ્યની સ્થાપના કરી, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ તેમજ યુધિષ્ઠિરને રાજ્યભિષેક વગેરે જેવા અનેક પ્રસંગોની શરૂઆત ચૈત્ર માસથી થાય છે ત્યારે આજે શિશુમંદિર ખાતે ટ્રસ્ટીઓ, આચાર્યો, વાલીઓ, વિદ્યાર્થીઓ સર્વે ઉપસ્થિત રહી આ પવિત્ર દિવસે ગુડી શણગારી અગ્નિઓત્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં શાળાના તમામ શિક્ષકો તથા છાત્રાવાસની દિકરીઓ જોડાઈ હતી.

- text

સરસ્વતી શિશુમંદિર શાળામાં ચૈત્રી એકમના પવિત્ર દિવસે અગ્નિઓત્ર યજ્ઞ કરવામાં આવ્યો જેમાં અગ્નિઓત્ર,ગીતાના પાઠ સાથે સરસ્વતી વંદના કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો પ્રારંભ આમંત્રિત અતિથિઓના હસ્તે દિપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો આ પ્રસંગે નુતનવષૅનુ પ્રાસંગિક પ્રવચન મહેન્દ્રભાઈ ચાવડાએ કર્યુ હતુ.તથા બધાએ સાથે મળીને સુંદર સ્વર અને શુદ્ધ ઉચ્ચારણ સાથે એકબીજાને નુતન વષૅની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે શિશુમંદિરના ટ્રસ્ટી ધનશ્યામભાઈ દવેએ જણાવ્યું હતું કે ભારતીય પરંપરાનુ આનાવરણ નવી પેઢીમા થાય અને શિક્ષણના માધ્યમથી સમાજ પરિવર્તનના લક્ષને સાકાર કરવા માટે શિશુમંદિર કાર્ય કરે છે. દર વર્ષે ઉજવવામાં આવતાં આ વષૅ પ્રતિપદા ઉત્સવમાં સોનીવાડ શિશુમંદિર શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમ ને અંતે લીમડાનો કોર પ્રસાદ રૂપે વહેંચવામાં આવ્યો હતો.

 

- text