હળવદ શહેરમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મુકવાની માંગ

- text


નગરપાલિકા દ્વારા શહેરના ચોક વિસ્તારમાં પ્રતિમાનું અનાવરણ કરવા મુદ્દે દલિત સમાજ દ્વારા લેખિત રજૂઆત

હળવદ : ભારતના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ હળવદ શહેરના ચોક વિસ્તાર કે, ચાર રસ્તા પર કરવામાં આવે તો “સાચી શ્રધ્ધાંજલી”ની માંગ સાથે દલિત સમાજ દ્વારા નગરપાલિકા કચેરીએ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

ડૉ.બાબા સાહેબ આંબેડકરની ૧૪મી એપ્રિલે જન્મ જયંતિ સંદર્ભે હળવદ નગરપાલિકા દ્વારા બાબા સાહેબની પ્રતિમા બનાવી શહેરના મુખ્ય માર્ગ પર મુકવામાં આવે તેવી દલિત સમાજ દ્વારા આજરોજ પાલીકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ૧૪મી એપ્રિલે ડૉ.બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે નગરપાલીકાના ખર્ચે બનાવી પ્રતિમા મુકવામાં આવે તો સાચી શ્રધ્ધાંજલી પુરી પાડી શકાય તેમ લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું.

- text

તો સાથોસાથ હળવદના ટીકર ચાર રસ્તા પર ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા બનાવી મુકવામાં આવે તેમજ પ્રતિમા ઉપર સી.સી.ટી.વી કેમેરા લગાવવામાં આવે અને પ્રતિમાની સારસંભાળ માટે નગરપાલિકા દ્વારા એક કર્મચારીની નિમણૂંક કરાય તદ્ઉપરાંત ઝળહળતી રોશની દ્વારા સુશોભિત તેમજ કલરીંગવાળા પાણીના ફુવારા મુકી આકર્ષણવાળા ડેકોરેશન કરાય તેવી માંગ હળવદ દલિત સમાજ દ્વારા કરવામાં આવી હતી. આ અંગે દલિત સમાજ દ્વારા લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, બાબા સાહેબની આવી સુશોભિત પ્રતિમા હળવદ શહેરમાં કયાંય આવેલ નથી જેથી નગરપાલિકા દ્વારા ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મુકાય તો સાચી શ્રધ્ધાંજલી ગણાય. આ બાબતે નગરપાલિકા દ્વારા બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવે તેવી માંગ દલિત સમાજના આગેવાનો સહિત યુવાનો દ્વારા કરવામાં આવી હતી.

- text