ટંકારાના સરાયા ગામના આધેડને ધોકાવાળી

- text


ટંકારા : ટંકારાના સરાયા ગામના આધેડ વાડીએ હતાં ત્યારે એક ટોળકીએ ત્યાં આવીને આધેડ પર ધોકાવાળી કરી હતી.હુમલામાં આધેડને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટમાં ખસેડવામાં આવ્યા હતા.બાદમાં પોલીસે હુમલો કરનાર શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારાના સરાયાં ગામના ઓધવજી જીવણભાઈ ઢેઢી ઉ.વ. ૫૭ ગઇકાલે રાત્રે ૧૦ વાગ્યે તેમની વાડીએ હતાં તે વેળાએ રામજી હકાભાઈ વરું , તેમના ભાઈ અને અજાણ્યા શખ્સોએ ત્યાં આવીને આધવજીભાઈ પર ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલાથી ઓધવજીભાઈને ઇજા પહોંચી હતી.તેથી તેમને ટંકારા હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર અર્થે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.પોલીસે હુમલો કરનાર ટોળકી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text