માળિયામાં વરલી રમતા અને રમાડતા બન્ને શખ્સો ઝબ્બે

- text


મોરબી એસ‌ઓજીની ટીમે રોકડ રૂ.૪૯૦૦ અને જુગારનું સાહિત્ય જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

મોરબી : મોરબી એસઓજીએ માળિયા મિયાણા ની પોસ્ટ ઓફિસ પાસે વરલીનો જુગાર રમતા અને રમાડતા બે શખ્સોને રૂ.૪૯૦૦ ની રોકડ સાથે ઝડપી લઇને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર એસએન સાટી તથા સ્ટાફ માળીયા મીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન હેડ કો. શંકરભાઇ ડોડીયા તથા કિશોરભાઇ મકવાણાને મળેલ હકિકત આધારે માળીયા મીયાણા ખાતે પોસ્ટ ઓફીસની બાજુમાં આરોપી હુશેનભાઇ ઇકબાલભાઇ ભટ્ટી ઉવ.રર રહે.મોવર શેરી,દરબારગઢ પાછળ માળીયા મિયાણા વાળાને વર્લીફીચરના આંકડા લખી જુગાર રમતો હોવાથી ૪૯૦૦/-તથા જુગારના સાહિત્ય સાથે પકડી પાડવામાં આવ્યો છે. તેમની પુછપરછ દરમિયાન નારણભાઈ ઉર્ફે ગટુભાઈ ધનજીભાઇ ચાવડા રહે.કન્યાશાળા સામે, માળીયા મીયાણા વાળો વર્લીના આંકડા લખતો હોવાનુ જણાવતા બંન્ને આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાયેલ છે.

- text

આ કામગીરી મોરબી એસ.ઓ.જી પોલીસ ઇન્સ.એસ.એન.સાટી તથા એસ.ઓ.જી.સ્ટાફના હેડ કોન્સ. શંકરભાઇ ડોડીયા તથા કિશોરભાઇ મકવાણા, જયપાલસિંહ ઝાલા, પ્રવિણસિંહ ઝાલા, ફારૂકભાઇ પટેલ તથા મયુરધાજસિંહ જાડેજા ,પો.કોન્સ.નરેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ વાધડીયા, ભરતસિહ ડાભી અને વિજયભાઇ ખીમાણીયા મદદમા રોકાયેલ હતા.

- text