હડમતિયા : વિચરતી-વિમુક્ત જાતીના લોકોની મુલાકાત લેતા સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકરો

- text


હડમતીયા : ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા “વિશ્વ ગ્રાહક દિન” સપ્તાહની ઉજવણી ચાલી રહી છે ત્યારે ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળે અોચિંતા હડમતીયાથી ૧ કિલોમીટર દૂર વસવાટ કરતા વિચરતી-વિમુક્ત જાતી (વાંસમાંથી સુડલા બનાવતા લોકો) ની ખાટલા મિંટીંગ કરી જીણવટ ભરી માહિતી આપી હતી અને ગ્રાહક સુરક્ષાના પ્રમુખશ્રી ગૌતમભાઈ વામજાઅે વિચરતી-વિમુક્ત જાતીના સ્ત્રી-પુરુષો પાસે વિજળી, રેશનકાર્ડમાં મળતો સસ્તા અનાજનો પુરવઠો, પાણીની સુવિધા વિશે પણ જાણકારી લીધી હતી.

- text

હડમતિયાથી થોડે દૂર વસવાટ કરતા તમામ લોકોઅે ગ્રામપંચાયતની સુવિધાના બે મોઢે વખાણ કર્યા હતા સાથે અેમ પણ કહ્યુ હતુ કે જો સરકાર અમને સો ચોરસવાર જમીન ફાળવે આ બાબતે અમોઅે લેખિત અરજીઅો પણ સરકારશ્રીને કરેલ છે અને અોફિસોના ધરમધકા ખાઈને થાકીને બેઠા છીઅે. સરકારશ્રીને અમારી અરજ છે કે જેમ બને તેમ ૨૨ પરિવારને તાત્કાલિન પ્લોટ ફાળવવામાં અાવે જેથી કરીને અા પરિવારોને કાયમ આસરો મળી રહે.
વર્ષોથી વસવાટ કરતા પરિવારનો મુખ્ય વ્યવસાય વાંસમાંથી સુંડલા બનાવવાનો, પ્રાયમસ રિપેર કરવા, પ્લાસ્ટીકવેરની વસ્તુંઅો વેચીને પોતાનુ ગુજરાન ચલાવવીને પોતાના બાળકોને પણ ભણાવે છે
વધુંમા ટંકારા ગ્રાહક સુરક્ષાના પ્રમુખશ્રી ગૌતમભાઈ વામજા, લજાઈના સામાજિક કાર્યકર સંજયભાઈ મસોત, હડમતિયાના સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશ ખાખરીયાઅે આ તમામ પરિવારોને ન્યાય મળે તેવા પ્રયત્નો કરતા રહેશે તેવી ખાતરી પણ આપી હતી
આ ઉપરાંત લજાઈ ગામની “દેવદયા માધ્યમિક શાળા” ની પણ મુલાકાત લઈને વિધાર્થીઅોને જાગૃતી અર્થે માર્ગદર્શન આપ્યું હતુ અા પ્રશંગે સ્કુલના આચાર્યશ્રી બી.અે. વામજા, અેમ.અેચ. અદાણી હાજર રહ્યા હતા.

 

- text