દેવ સૉલ્ટ દ્વારા હાજીપીરના પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન

- text


માળીયા : દર વર્ષની જેમ તા. ૧૭, ૧૮ અને ૧૯ એમ ત્રણ દિવસ માટે સૌદ્રાણાનાં શહેતશાહ તાજીપીરવલીનો મેળો યોજાઈ રહ્યો છે, ત્યારે હાજીપીરપાં ખૂબ જ આસ્થા ધરાવતાં હિન્દુમુસ્લિમ ભાઈઓ તથા બહેનો ગુજરાત ભરના વિવિધ સ્થળોએથી પગે ચાલીને જઈ રહ્યા છે. આ પદયાત્રીઓ માટે દર વર્ષની માફક આ વર્ષે પણ દેવ સોલ્ટ પરીવાર દ્વારા પદયાત્રીઓની સેવાર્થે એક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ કેમ્પમાં આ પાણી, નાસ્તો, બંને ટાઈમ જમવાની સુવિધા તેમજ આરામ કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી જેનો લાભ પદયાત્રીઓએ લીધેલ હતો.

આ કેમ્પમાં સેવા આપનારાઓ મુખ્યત્વે આખિદીન જેડા, રમઝાન જેડા, તાજ મહમદ મોવર. કાસમ માલાણી, ચંદુ મકન તેમજ શામજીભાઈ વગેરેએ દિવસ-રાત મહેનત કરી હતો.

- text

આ કેમ્પ પાછળ દેવ સોલ્ટ પરીવારનાં અધિકારીઓ તેમજ કંપનીનાં ડાયરેક્ટર અને ચેરમેનનું સીધું જ માર્ગદર્શન રહ્યુ હતું. પદયાત્રીઓં દ્વારા આ વ્યવસ્થાની સરાહના કરવામાં આવી હતો.

- text