વાંકાનેરના ભોજપરામાં વિદેશી દારૂ સાથે યુવાન ઝડપાયો : રૂ. ૩૮૧૦૦ નો મુદામાલ જપ્ત

વાંકાનેર : વાંકાનેરના ભોજપરા નજીકથી મોટર સાઇકલ પર પાંચ બોટલ વિદેશી દારૂ લઈને નીકળેલ યુવાનને પોલીસે દારૂ સાથે ઝડપી લીધા બાદ તીસરી આંખ દેખાડતા આ યુવાને વધુ ૨૨ બોટલો કાઢી આપી હતી.

જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે વાંકાનેર સીટી પોલીસ ભોજપરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે મોટર સાઇકલ જીજે ૩૬ ડી ૫૨૬૯ પસાર થતો યુવાન શંકાસ્પદ જણાતા તેને રોકી તલાસી લેતા તેની પાસેથી ૫ બોટલ વિદેશી દારૂના કી. ૧૫૦૦ મળી આવ્યો હતો.

બાદમાં પોલીસે મોટર સાઈકલ ચાલક દેવા હુકાભાઈ મકવાણા ઉ.૩૨ રહે-ખાનપર વાળની વધુ પૂછપરછ કરતા આ યુવાને ખાનપર ગામે તેની વાડીમાં વધુ ૨૨ બોટલ વિદેશી દારૂ છુપાવ્યો હોવાનું કબૂલાત વાંકાનેર પોલીસે રેડ પાડી વાડીમાં છુપાવેલ ૨૨ બોટલ વિદેશી દારૂ કીમત રૂ.૬૬૦૦ તેમજ મોટર સાઈકલ કી. રૂ.૩૦૦૦૦ એમ કુલ મળી ૩૮૧૦૦ ના મુદામાલ સાથે અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ફાઈલ ફોટો