માળિયા તાલુકાની મોટીબરાર પ્રાથમિક શાળામાં યોજાયો પ્રતિભાશોધ કાર્યક્રમ.

- text


વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો: વિજેતાઓને સન્માનિત કરાયા
મોરબી, : માળિયા (મિયાણા) તાલુકાના મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળામાં રાજકોટની લાઈફ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓમાં છુપાયેલી અવનવી શક્તિઓને બહાર લાવવા અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે પ્રતિભાશોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

- text

કાર્યક્રમમાં ભારતની વિવિધ સંસ્કૃતિ, સ્વચ્છતાનું મહત્વ, વ્યસન મુક્તિ જેવા વિષયો પર વકૃત્વ સ્પર્ધા, ગાયન સ્પર્ધા, ડાન્સ સ્પર્ધા, કવીઝ સ્પર્ધા તેમજ ખો-ખો અને કબડ્ડી ની સ્પર્ધાઓ યોજાઈ હતી. શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ તમામ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન લાઈફ સંસ્થામાંથી વાઘેલાભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શાળાના આચાર્ય નિલેશભાઈ રાજપરા તેમજ શાળા પરિવારે લાઈફ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text