માળીયા ના કુંતાસી ગામે થયેલ હત્યા ના આરોપી જેલ હવાલે

- text


પત્ની સાથે ના આડા સબંધ માં હત્યા કર્યા ની કબૂલાત

માળિયાના કુંતાસી ગામમાં રહેતા યુવાનની હત્યા કરનાર આરોપી દંપતીને માળિયા પોલિસે આજે ઝડપી લીધા હતા અને તેમની પાસેથી હત્યામાં વપરાયેલ હથિયાર કબ્જે કર્યા હતા.પોલીસ પૂછપરછમાં મૃતક યુવાનને આરોપીની પત્નિ સાથે આડા સબંધ હોય અને આ મુદ્દે ઝઘડૉ ચાલતા હોય અને આ મુદ્દે આરોપીઓ યુવાનનું ઢીમ ઢાળી દીધું હતું.
આ અંગે મળતી વિગત મુજબ માળિયા તાલુકાના કુંતાસી ગામે રહેતા ભરત બીજલભાઈ બાબરીયા નામના યુવાનની મંગળવારે રાત્રીના તિક્ષ્ણ હથિયાર ઝીકી હત્યા કરી દેવાઈ હતી.આ ઘટનામાં માળીયા પોલીસે આરોપી દંપતી મેરાભાઈ બબરીયા અને રૂપલબેન બાબરીયાને આજે ઝડપી લીધા હતા અને તેમની પાસેથી હત્યામાં વપરાયેલ લાકડી સહીત ના હથિયાર કબજે કર્યો હતો. પોલીસ પુછપરછમાં આરોપીઓએ રૂપલબેન અને ભરત વચ્ચેના આડા સંબંધ હોય યુવાનને સમજાવવા છતાં તેંમની સાથે સબંધ રાખતો હોવાથી તેની હત્યા કરી હોવાનું કબૂલ કર્યું હતું.આ બને આરોપી ને પોલીસે કોર્ટ માં રજુ કાર્ય હતા જ્યાં કોર્ટે બને ને જેલ હવાલે કરવાનો હુકમ કરતા બને આરોપી ને જેલ હવાલે કર્યા હતા.

- text

- text