હળવદના નવા દેવળીયામાં નાણાકીય ઉઘરાણીમાં યુવાનને ઢીબી નાખ્યો

- text


નવા દેવળીયાના પઠાણી ઉઘરાણી કરનાર ચાર વિરુદ્ધ ગુન્હો નોંધાયો

હળવદ : હળવદના નવા દેવળીયા ગામમાં નાણાકીય ઉઘરાણી મામલે ચાર શખ્સોએ પઠાણી ઉઘરાણી કરી એક યુવાનને લમધારી નાખતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને મોરબી સારવારમાં ખસેડાયો હતો.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના નવા દેવળીયા ગામે રહેતા ફરિયાદી જીજ્ઞેશ ઘનશ્યામ વરમોરા નામના યુવાનને આરોપી હિતેશ મગન ભોરણીયા તથા અન્ય ચાર અજાણ્યા શખ્સો,રે. તમામ નવા દેવળીયા વાળાઓએ ગેરકાયદેસર મંડળી રચી પોતાનો ઈરાદો પાર પાડવા લોખંડ ના પાઇપો, લાકડીઓ ધારણ કરી, ફરિયાદીની વાડીમાં પ્રવેશ કરી જીજ્ઞેશ સાથે અગાઉ ની પૈસાની લેતી દેતી મામલે ઝપાઝપી કરી તેમજ બિભત્સ ગાળો આપી ઢીકા પાટુનો માર મારી જીજ્ઞેશના બન્ને હાથ તથા પગ ભાંગી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે હથિયાર બંધીના જાહેર નામાનો ભંગ કરી ગુનો નોંધ્યો છે, જેની તપાસ પીએસઆઇ આર.જે. ભરવાડ ચલાવી રહ્યા છે.

- text

- text