મોરબીના વજેપરમાં ગટરની ગંદકી ખૂંદી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા જતાં બાળકો

- text


મોરબી : સ્વચ્છ ભારત અભિયાનનો ઉત્તમ દાખલો મોરબીના વજેપરમાં જોવા મળી રહ્યો છે ! મોરબીના વજેપરમાં આવેલી કલ્યાણગ્રામ પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકોને દરરોજ ગટરના પાણીથી પગ ધોઈ શાળામાં પ્રવેશ કરવો પડે છે.

મોરબી પાલિકાની નફ્ફટાઈને કારણે છેલ્લા ઘણા સમયથી વજેપરમાં આવેલ કલ્યાણગ્રામ પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો અસહ્ય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, શાળાના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જ ગટરના પાણી નદીની જેમ વહી રહ્યા હોય શાળામાં જવા માટે બાળકો અને શિક્ષકોને ગંદકીમાંથી પસાર થવું પડે છે.

- text

બીજી તરફ અસહ્ય દુર્ગંધ મારતી ગંદકીના કારણે શાળાના બાળકોનું સ્વાસ્થ્ય પણ જોખમાયું છે, આ મામલે વારંવારની રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા લોકોમાં રોષની લાગણી ફાટી નીકળી છે.

 

- text