મોરબીના શનાળા રોડ પર રુદ્ર કોમ્પલેક્ષ પાછળ ગંદકીવાડો : કલેકટરને રજૂઆત

- text


કોમ્પલેક્ષ પાછળ હોસ્પિટલનું વેસ્ટ સહિતનો કચરો નખાતો હોવાથી વેપારીઓ પરેશાન

મોરબી : મોરબીમાં શનાળા રોડ પર આવેલા રુદ્ર કોમ્પલેક્ષ ની પાછળના ભાગે બેફામ ગંદકી જામેલ છે.દરરોજ અહી મોટા પ્રમાણમાં કચરો ઠાલવવામાં આવે છે.તેવી સ્થાનિક વેપારીઓએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.

- text

શનાળા રોડ પર નકલંક હોસ્પિટલની બાજુમાં આવેલા રુદ્ર કોમ્પલેક્ષ ની પાછળ ગંદકીના ગંજ જમ્યા છે.દરરોજ અહી હોસ્પિટલો નો કચરો ઠાલવવામાં આવે છે.હોસ્પિટલો ના સ્ટાફ દ્વારા સિરીઝ અને વેસ્ટ દવાઓનો મોટો જથ્થો ઠાલવવામાં આવે છે.આ ઉપરાંત દારૂની મિજબાની માણ્યા બાદ અહીં દારૂની ખાલી બોટલો પણ ફેકવામાં આવે છે. અહી રુદ્ર કોમ્પલેક્ષ માં અનેક દુકાનો આવેલી છે.ગંદકીના લીધે દુકાન ધારકોના આરોગ્યને નુકશાન થઇ રહ્યુ છે.વેપારીઓને આ ગંદકીમાં થી છુટકારો મળે તેવી માંગ છે.

- text