માળીયા મિયાણાના કુંતાશીમાં યુવાનની હત્યા

- text


માથામાં બોથડ પદાર્થ ઝીકી મોતને ઘાટ ઉતારાયાની આશંકા

મોરબી : માળીયા તાલુકાના કુંતાસી ગામે રહસ્યમય સંજોગોમાં યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને પ્રાથમિક તપાસમાં બોથડ પદાર્થના ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. જયારે સૂત્રોના જણાવ્યા મુજબ હત્યારો પણ પોલીસના હાથવેંત આવી ગયો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ માળિયા તાલુકાના કુંતાસી ગામની સીમમાં યુવાનનો મૃતદેહ પડ્યો હોવાનું જાહેર થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનનું નામ ભરત કોળી હોવાનું ખુલ્યું હતું. વધુમાં આ યુવાનને માથાના ભાગમાં ઈજાના નિશાન મળી આવતા પોલીસે યુવાનની હત્યાની આશંકા વ્યક્ત કરી યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. વધુમાં મૃતક યુવાન ભરત કોળી ડ્રાઈવિંગ કરતો હોવાનું ખુલ્યું છે.

- text