મોરબીની સાર્વજનિક હોસ્પિટલમાં દર મહિને તાં.૯ અને ૨૫ એ વિશેષ કેમ્પ

સાઈ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે દવાઓ અપાશે

મોરબી : મોરબીના સાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાર્વજનિક જનરલ હોસ્પિટલ ખાતે દર મહિના ની ૯ તારીખે માતૃ સેવા યજ્ઞ અને ૨૫ તારીખે સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.કેમ્પમાં નિદાન સારવાર સાથે વિનામૂલ્યે દવા પણ આપવામાં આવશે.

સાર્વજનિક જનરલ હોસ્પિટલ, c/o આયુષ મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, જૂના બસ સ્ટેન્ડ ની બાજુમાં, સાવસર પ્લોટ,આયોધાપુરી મેઈન રોડ ,મોરબી ખાતે સાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિનાની ૯ તારીખે માતૃ સેવા યજ્ઞ યોજાશે. જેમાં ગર્ભવતી માતાનું નિદાન, સોનોગ્રાફી, સારવાર અને દવાઓ વિનામૂલ્યે અપાશે. બીપીએલ કાર્ડ ધારકોને ચિરંજીવી યોજના અંતર્ગત નોર્મલ તથા સીઝેરીયન ડીલીવરી વિનામૂલ્યે કરાવવામાં આવશે.

આ ઉપરાંત દર મહિનાની ૨૫ તારીખે સેવા યજ્ઞ યોજાશે.જે અંતર્ગત આગામી ૨૫મી માર્ચે રવિવારના રોજ સવારે ૧૦ થી ૨ ઉપરોક્ત સરનામે સેવા યજ્ઞ યોજાશે. જેમાં બીપી, ડાયાબિટીસ અને હદય ની બીમારી વાળા દર્દીઓનું નિદાન, હદય નો કાર્ડિયોગ્રામ, ડાયાબિટીસની લોહીની તપાસ તેમજ ૧ મહિનાની દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે.