મોરબી-હળવદમાં ૧૫મીથી શરૂ થશે ટેકાના ભાવે ઘઉંની ખરીદી

- text


૩૧મી સુધી ચાલશે ખરીદી : નિયત કરાયેલ ગુણવત્તા વાળા ઘઉંના મણ દીઠ રૂ.૩૪૭ ભાવ અપાશે

મોરબી : મોરબી અને હળવદ ઉપરાંત સબંધિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આગામી તા.૧૫ થી ૩૧ સુધી ટેકાના ભાવ ઘઉંની ખરીદી કરવામાં આવશે. જેમાં નિયત કરાયેલી ગુણવત્તા મુજબના ઘઉંના જથ્થાને રૂ.૩૪૭ પ્રતિ મણના ભાવે ખરીદવામાં આવશે.

રવી માર્કેટિંગ સિઝન દરમ્યાન આગામી ૧૫મી થી ૩૧ મી સુધી લઘુતમ ટેકાના ભાવે ઘઉ ખરીદવાનો નિર્ણય ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા લેવામાં આવ્યો છે. જેમાં મોરબી જિલ્લાના મોરબી શહેર અને હળવદ ઉપરાંત સબંધિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ખરીદ કેન્દ્રો શરૂ કરી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે.

- text

નિયત કરાયેલી ગુણવત્તા મુજબ ઘઉંના જથ્થાને રૂ.૩૪૭ પ્રતી મોલ ભાવ આપવામાં આવશે ખેડૂતોએ પુરાવા રૂપે ચાલુ વર્ષના ૭/૧૨ જેમાં ઘઉનું વાવેતર નોંધાયું છે તેની નકલ તેમજ ૮/અ ના ઉતારાની નકલ ખેડુતપૉથી તથા બેંક ખાતાની વિગત સાથે લાવવાની રહેશે.સરકાર દ્વારા નિયત કરાયા મુજબ ઘઉં વાવેતરના વિસ્તારના પ્રતિ હેક્ટરદીઠ ૨૮૦૭ કિ.ગ્રા ઘઉંનો જથ્થો ખરીદવામાં આવશે.

લઘુતમ ટેકાના ભાવે ઘઉં ના વેચાણ માટે ખેડૂતોએ ગોડાઉન તથા એ.પી.એમ.સી ખાતે આવેલા ખરીદ કેન્દ્રમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જે માટે ખેડૂતોએ ઉપર જણાવ્યા મુજબ પુરાવાઓ સાથે જે તે તાલુકા નિગમના ગોડાઉન મેનેજરનો સંપર્ક કરવાનો રહેશે ખેડૂતોને ઘઉંનો જથ્થો સ્વચ્છ તેમ જ ભેજ રહિત લાવવા માટે પુરવઠા નિગમ અનુરોધ કર્યો છે અંગેની વિસ્તૃત જાણકારી માટે મોરબી ગોડાઉન મેનેજર મો.૯૪૨૮૦૦૩૨૪૬ અને હળવદ ગોડાઉન મેનેજર મો.ન. ૮૭૩૩૦૫૯૩૨૫ નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

 

- text