મોરબીમાં અનુ.જાતિના છાત્રો માટે ૩૧ મીથી સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો

મોરબી : મોરબી જિલ્લા એસ.સી, એસ.ટી. કર્મચારી મંડળ અને દલિત સમાજ યુવા શિક્ષણ સમિતિ દ્વારા તા.૩૧ માર્ચથી અનુસુચિત જાતિના છાત્રો માટે સ્પર્ધાત્મક પરીક્ષા ના વર્ગો નું આયોજન કરવામાં આવ્યું છે.

ડો. બાબા સાહેબ આંબેડકર ની ૧૨૭મી જન્મ જયંતિ નિમિતે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. કર્મચારી મંડળ અને દલિત સમાજ યુવા શિક્ષણ સમિતિના સયુંકત ઉપક્રમે ફ્રી ઓફ કોસ્ટ સ્પર્ધાત્મક પરીક્ષા ના વર્ગો તા.૩૧ માર્ચ ના રોજ થી શરૂ થવા જઈ રહ્યા છે તો આ વર્ગો માં જોડાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ એ તા.૨૫ સુધી માં પોતાનું રેજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરાવવા માટે ડો. બી.આર. આંબેડકર પુસ્તકાલય, ૨જો માળ વણકર સમાજ ઓફીસ, રેલવે સ્ટેશન રોડ, મોરબી ખાતે સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.