ઉનાળાના પ્રારંભે જ પાણી માટે વલખા મારતા માળીયા મિયાણાના પ્રજાજનો

- text


નર્મદા યોજના, સૌની યોજના વચ્ચે માળીયા વિસ્તાર માટે લોકો જીવન ટકાવવા ‘ વિરડા ‘ યોજના જ કારગર સાબિત

માળિયા (મિયાણા ) : ઉનાળો શરૂ થતાં સૌરાષ્ટ્ર કચ્છમાં પીવાના પાણીની પરિસ્થિતિ વિકટ બની છે ત્યારે માળીયા મિયાણાના છેવાડાના વિસ્તારોમાં પાણીની મોકાણ સર્જાઈ છે, જળાશયો સુકવા લાગતા પીવાના પાણીની તંગી વર્તાઇ રહી છે.લોકોને પાણી માટે રીતસર વલખા મારવા પડે છે અને નર્મદા યોજના અને સૌની યોજના થકી વિકાસની ગુલબાંગો વચ્ચે લોકો નદીમાં વિરડા ગાળી ગળે પણ ન ઉતરી શકે તેવું મોળું પાણી પીવા મજબૂર બન્યા છે.

માળીયા મિયાણાના ગામડાઓની હાલત તો અત્યંત દયનિય છે પરંતુ શહેરની સ્થિતિ પણ એથી પણ ખરાબ છે શહેરીજનોને ત્રણ ત્રણ કિમી દૂર પીવાના પાણી ની માટે રઝળપાટ કરવી પડે છે.મહિલાઓ અને પુરુષો સાથે પીવાના પાણી ભરવા જવું પડે છે.જોકે આ વિસ્તારમાં બારો માસ પીવાના પાણીની અછત જ હોય છે તેમાં ઉનાળો શરૂ થતાં સાથે સમસ્યાઓ વધુ ઘેરી બની છે.

કચ્છ જીલ્લાની સરહદે આવેલ અને મોરબી જીલ્લા નો પછાત તાલુકા તરીકે ઓળખાતો દરીયાઇ પટ્ટી ઉપર આવેલ  માળિયા મિયાણા શહેર અને તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારો એવા  છે જયાં પીવાના પાણી માટે લોકો રીતસર ના વલખા મારતા જોવા મળે છે. આજના આધુનિક અને ટેકનોલોજી વચ્ચે હરણફાળ ભરતા શહેરો ની સંખ્યા વચ્ચે હજી એવા ઘણા શહેરો છે જેનો વિકાસ આજના યુગમાં પણ નહિવત છે રોજગારી આરોગ્ય અને પ્રાથમિક સુવિધાઓ ના અભાવ વચ્ચે જીવતા લોકો ની હાલાકી નો ચિતાર મેળવવા જયારે દરીયાઇ પટ્ટી ઉપર આવેલા છેવાડાના પછાત તાલુકા તરીકે ઓળખાતા માળિયા મિયાણા તાલુકા ની પરિસ્થિતિ જોઇએ તો ભલભલાના રુવાડા કંપારી દે તેવી વાસ્તવિકતા જોવા મળી રહી છે.

- text

માળિયા મિયાણા શહેર ની આસપાસ આવેલી વસાહતો જે વાંઢ વિસ્તાર તરીકે ઓળખાય છે માળિયા શહેર ની આજુબાજુ આવી અઢાર વાંઢો એટલે કે ૧૮ જેટલા વાસ આવેલ છે. જયાં આજના આધુનિક યુગમાં રહેણાંક શિક્ષણ અને પાણી જેવી પાયાની સુવિધાઓથી ત્યાંના લોકો ને પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે.  માળિયા પાસે આવેલ મોવરટીંબા તરીકે ઓળખાતા વાંઢ વિસ્તાર જે માળિયા નગરપાલિકા વોર્ડ નંબર એકમાં આવેલ છે જયાં આજસુધી પીવાના પાણીની કોઈ સવલતો કે નગરપાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા નથી ત્યાં વસતા લોકોને ના છુટકે નદી કિનારે વસાહતથી દુર અડધા કિમીના અંતરે જમીનમાં ખાડાઓ ગારીને વિરડાથી પાણી ભરવાની નોબત ઉભી થઈ છે.

આ વિસ્તારના રહેવાસી અબ્બાસ ભાઇ મોવરના જણાવ્યા અનુસાર સ્થાનિક ચીફ ઑફિસરથી  સરકારના સેવા સેતુ કાર્યક્રમ અનેક વખતે લેખિત રજૂઆત કરવા છતા આજ દિન સુધી કોઈ પ્રત્યુતર મળ્યો નથી મળ્યો કે કોઈ અધીકાર સુધાએ દરકાર નથી લીધેલી ના છુટકે અમારે નદીના પટમાં વિરડાઓ ગાળીને પીવા માટે મોરુ પાણી ભરવુ પડે છે.

તાજેતરમાં આવેલા મચ્છુ જળ હોનારત ના લીધે દરીયામાં બાંધવામાં આવેલા પાળાઓ ધોવાણ થઈ જતાં દરીયાઇવેર આવતા દરીયાના ખારા પાણી નદી ભળી જવાના કારણે અત્યારે નદીના મીઠા જળના પાણી મોરા થઇ જવા પામ્યા છે અને સ્થાનિક લોકો ને ના છુટકે મોળા પાણી પીવાની નોબત આવીને ઉભી થઈ છે.

જયારે માળિયા મિયાણા નગરપાલિકા દ્વારા હાલ વાડી વિસ્તાર, કોબાવાંઢ, વિરાબાપાવાંઢ, ગુલાબડી, દતીપરો જેવા વિસ્તારો માં ટેન્કરો દ્વારા પાણી વિતરણ વ્યવસ્થા કરી છે

જયારે માળિયા તાલુકાના જુમાવાડી, વર્ષામેડી જતનાવાડા અગરીયા વિસ્તાર બગસરા અનેક એવા વિસ્તારો છે જયાં ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા વિકટ સ્થિતિમાં જોવા મળે છે.

- text