વાંકાનેર નજીક અવાવરૂ રસ્તે યુવતીનું શિયળ લૂંટવાનો પ્રયાસ

- text


યુવતીએ બૂમાબૂમ કરતા નરાધમ નાસી છૂટયો: યુવતી ઇજાગ્રસ્ત

વાંકાનેર : વાંકાનેર નજીક આવેલા સિરામિક ઝોનમાં અવાવરૂ રસ્તે જતી મહિલાની આબરૂ લુંટવાનો પ્રયાસ કરી શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશની અને હાલ વાંકાનેર નજીકના સિરામિક કારખાનામાં રહીને મજુરી કરતી યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે કારખાનામાં આવેલી ઓરડીએ મોડી રાત્રીએ ચાલીને જતી હોય ત્યારે આરોપી કાલુ બંગાળી રહે. વઘાસીયા ટોલનાકા પાસેની દુકાનમાં વાળાએ નિર્લજ હુમલો કરી ઈજા પહોંચાડી હતી.

- text

યુવતીએ રાડારાડ કરી મુક્તા આરોપીએ આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.બાદમાં આરોપી ત્યાંથી નાસી ગયો હતો. વાંકાનેર પોલીસે મહિલાની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- text