ટંકારાને તીર્થસ્થાનનો દરજ્જો આપો : વડાપ્રધાનને રજૂઆત

- text


મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમી ટંકારાની મુલાકાતે દર વર્ષે લાખો ભાવિકો આવે છે છતાં કોઈ વિશેષ સુવિધા ઉપલબ્ધ નથી કરાવાઈ : સ્મારક બનાવવાની માંગ

મોરબી : સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા નો અન્ય તીર્થસ્થાનો માફક વિકાસ થઇ શક્યો નથી.દર વર્ષે લાખો ભાવિકો ટંકારાની મુલાકાતે આવે છે.છતાં પણ અહી કોઈ પ્રકારની વિશેષ સુવિધાઓ ઊભી કરાઇ નથી.અહી પાયાની સુવિધામાં પણ ઉણપ જોવા મળી રહી છે.ત્યારે ટંકારા ને તીર્થ સ્થાનનો દરજ્જો આપી તેના વિકાસ માટે પૂરતું ધ્યાન આપવા અંગે સેવાભાવી યુવાનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિસ્તારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી.

મહર્ષિ દયાનન્દ નું નામ સાંભળતા જ અદભુત લાગણી નો અનુભવ થાય છે . ભારત ભૂમિ સંતો,મહનતો, મહર્ષિઓ ની પવિત્ર ભૂમિ છે. જેમના એક મહર્ષિ દયાનંદ સરસ્વતી છે. દયાનંદ સ્વામી એ ભારતીય સઁસ્કૃતિ ની ઓળખ વિશ્વ ને આપી તેમજ આઝાદી અપાવનારા 70 ટકા ક્રાંતિકારીઓ ના વિચારો નો પ્રેરણા સ્ત્રોત મહર્ષિ દયાનન્દ હતા.આ સિવાય સામાજિક સુધારણા અને સમાજ માંથી કુરિવાજો દૂર કરવામાં પણ તેઓનું મહત્વનું રહ્યું છે.તેમણે સામાજિક સુધારણા માટે આર્યસમાજ ની સ્થાપના કરી હતી.આજે પણ આ સંગઠન કાર્યરત છે.ભારત સિવાય વિદેશો માં પણ આ સંગઠન પોતાનું કાર્ય કરે છે મોરેશિયસ જેવડા નાનકડા દેશ માં આ સંગઠન ના 400 કેન્દ્રો કાર્યરત છે.ટંકારા આવા મહર્ષિની જન્મભૂમિ તરીકેનું ગૌરવ ધરાવે છે. દર વર્ષે લાખો ભાવિકો ટંકારાની મુલાકાત લે છે.છતાં પણ હજુ ટંકારાનો વિકાસ અધ્ધરતાલ છે.

- text

ટંકારાના સામાજિક જીવનના અગ્રણી જીજ્ઞેશ રામાવત,સંજય ભાગીયા અને જીજ્ઞેશ કલાવડીયાએ સ્વામિ દયાનંદ સરસ્વતીના જન્મ સ્થળ ટંકારાનેં તીર્થસ્થાન નો દરરજો આપી વિકાસ માટે વિશેષ ધ્યાન આપવા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રજૂઆત કરી હતી જેમાં જણાવાયું હતું કે,મહર્ષિ દયાનંદ ની જન્મભૂમી ટંકારાની મુલાકાતે દેશ વિદેશ થી અનેક યાત્રિકો આવે છે પરંતુ ટંકારાનો વિકાસ એક તીર્થસ્થળ તરીકે થયો નથી. દ્વારકા, સોમનાથ વગેરે તીર્થો જેટલું જ મહત્વ આ જગ્યા નું છે.સ્વામી દયાનન્દ ના શિષ્યો માં ના એક એવા શ્યામજી કૃષ્ણ વર્મા નું કચ્છ માંડવી ખાતે સ્મારક બનાવવવા માં આવેલ છે આ રીતે ટકારા માં પણ ભવ્ય સ્મારક બનાવવા માં આવે તેમજ આસપાસ ના ઉધોગો ને પ્રોત્સાહન આપવામાં આવે.અને બસ સ્ટેન્ડ ની સુવિધા થી વંચીત આ સ્થળ માં આધુનિક બસ સ્ટેન્ડ બનાવવા માં આવે.

આ ઉપરાંત નયનરમ્ય બાગ બગીચા તેમજ અન્ય સુવિધાઓ આ પવિત્ર સ્થળ ને મળવી જોઈએ.સરકાર તરફ થી વિશેષ પેકેજ જાહેર કરી ટંકારાનો વિકાસ કરવામાં આવે તેમજ તીર્થધામ નો દરજ્જો આપવામાં આવે. સમગ્ર વિશ્વને વૈદિક સઁસ્કૃતિની ઓળખ આપનાર,ભારતીય ક્રાંતિકારીઓના પ્રેરણા સ્ત્રોત અને સામાજિક સુધારણા માં અમૂલ્ય યોગદાન આપનાર સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ને ન્યાય મળે અને ટંકારા અન્ય તીર્થો ની જેમ વિકાસ પામે તે બાબતે પૂરતું ધ્યાન આપવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.

- text